લોકડાઉનમાં છૂટછાટ બાદ ઈટાલીમાં 44 લાખ લોકો કામ પર પરત ફર્યા

280

– સ્પેનમાં પણ હેર સલૂન અને નાના વ્યવસાયને ખોલવાની છૂટ આપવામાં આવી છે

વેનીસ,

યુરોપમાં કોરોના વાયરસના ગઢ રહેલા ઈટાલીમાંથી સારા સમાચાર આવ્યા છે.ઈટાલીમાં કોરોના વાયરસ લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ હવે 44 લાકો કામ પર પરત ફર્યા છે.ઈટાલીની યોજના હવે યાત્રીઓ માટે એરપોર્ટ ખોલવાની છે.ઈટાલીમાં મૃત્યુઆંકમાં ઘટાડો થયા બાદ લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે.

યુરોપના મોટા ભાગના દેશોમાં હવે લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી રહી છે.કોરોના વાયરસ મહમારીને કારણે ઈટાલીમાં અત્યાર સુધી 29 હજાર લોકોના મોત થય છે અને હવે દેશ ધીમે-ધીમે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રાયસ કરી રહ્યું છે.

સ્પેનમાં હવે સલૂન જેવા નાના વ્યવસાયને ખોલવાની છૂટ આપવામાં આવી છે.કોરોના વાયરસ કહેરથી પ્રભાવિત રહેલા સ્પેનમાં હવે મૃત્યુઆંક ઘટાડો થયો છે.સ્પેનમાં અત્યાર સુધી 25 હજારથી વધારે લોકોએ આ જીવલેણ બીમારીને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.જર્મનીમાં ટેસ્ટિંગને કારણે કોરોના વાયરસ લગભગ નિયંત્રણમાં આવી ગયું છે. જર્મનની હવે કેટલાક સ્કૂલ પણ ખુલી ગયા છે.

લેબનાનમાં બાર અને રેસ્ટોરન્ટ ખુલી ગયા છે અને પોલેન્ટે લોકોને હોટલ,મ્યૂઝિયમ અને દુકાનો પર જવાની છૂટ આપવાની યોજના બનાવી છે. આ ઉપરાંત બેલ્જિયમ, ગ્રીસ, આઈસલેન્ડ, મોનાકો, નાઈજીરિયા, ઓસ્ટ્રિયા અને પોર્ટુગલે સોમવારથી પોતાના દેશમાં પ્રતિબંધોમાંથી કેટલીક છૂટ આપવાની યોજના બનાવી છે.

Share Now