સબ્જી જવેલર્સ : વડોદરામાં સોના -ચાંદીના દુકાનવાળાએ શાકભાજી વેચવાનું શરૂ કર્યું

326

– ઘડિયાળી પોળ અને કરોળીયા પોળ બંને પોળના જવેલર્સ એસો.એ 400 કિલો સબ્જી ખરીદી સૅનેટાઇઝ કરીને વેચાણ શરુ કરાવ્યું

વડોદરામાં સોના-ચાંદીના ઘરેણા બનાવવાનું કામ કરતા સોનીઓએ પણ હવે શાકભાજી વેચવાનું ચાલુ કયુ છે.શહેરની ઘડિયાળી પોળ અને કરોડિયા પોળમાં આવેલી સોના-ચાંદીની દુકાનો લોકડાઉનને કારણે ઘણા દિવસોથી બધં છે.તેવામાં આ જવેલરી શોપના માલિકો હાલના દિવસોમાં ગુજરાન ચલાવવા શાકભાજી વેચી રહ્યા છે.બીજી મેના રોજ આ બંને પોળના વેલર્સ અસોસિએશને એપીએમસીમાંથી ૪૦૦ કિલો શાકભાજી ખરીદી તેમને સેનેટાઈઝ કરી સબ્જી જવેલર્સના બેનર હેઠળ વેચાણ શ કયુ હતું.એસોસિએશનના પ્રમુખ કનુ સોનીના જણાવ્યા મુજબ કોરોનાનો ચેપ લાગવાથી શાકભાજીના ફેરિયા ગ્રાહકોને પણ ચેપ લગાડી રહ્યા છે,ત્યારે તેમણે માર્કેટમાંથી સારી કવોલિટીના શાકભાજી ખરીદી,સેનેટાઈઝ કરી પોતાની સોસાયટીઓમાં સસ્તા ભાવે વેચવાનું નક્કી કયુ હતું.સોસાયટીના લોકોને પણ આ અંગે આગોતરી જાણ કરી દેવાઈ હતી,અને તેમને ડોલ કે પછી સિંગલ બેગ લઈ શાકભાજી ખરીદવા આવવા જણાવાયું હતું.શાક લેવા આવનારાઓએ ફેસ માસ્ક અને હાથમોજાં પણ પહેરવાના હતા.હવે સોનીઓનું આ ગ્રુપ સીધો ખેડૂતોનો સંપર્ક કરી તેમની પાસેથી ઓર્ગેનિક શાકભાજી ખરીદવાનો પ્લાન કરી રહ્યું છે.જેથી વચેટિયાઓને હટાવી શકાય.

Share Now