ચીને તાન્ઝાનિયામાં ઘુસાડ્યો કોરોના ! ચીની ટેસ્ટ કિટ વડે બકરી અને ફળમાં પણ કોરોના પોઝિટિવ

301

– રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, “મેં પહેલા પણ કહ્યું હતું કે આપણે ચીનની તમામ સહાયતાનો સ્વીકાર ન કરવો જોઈએ.

તાંઝાનિયા: વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી પ્રભાવિત પૂર્વીય આફ્રિકી દેશ તાંઝાનિયામાં ચીની ટેસ્ટિંગ કિટ વડે પરીક્ષણ કરવામાં આવતા બકરી અને ફળ પણ કોરોનાથી સંક્રમિત જણાયા હતા.આ પ્રકારના પરિણામો સામે આવ્યા બાદ રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ તપાસ કિટની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યો હતો અને તેની તપાસ માટે આદેશ આપ્યો હતો.તાંઝાનિયામાં બકરી અને એક ખાસ ફળની તપાસ બાદ તેના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા હતા પરંતુ તે ફળ અને બકરીના નમૂના છે તે વાત ગુપ્ત રાખવામાં આવી હતી.જ્યારે નમૂનાઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે,તેમણે તાંઝાનિયાના સુરક્ષા દળોને કિટની ગુણવત્તાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.આ પરિણામનો અર્થ એવો થાય કે, કેટલાક લોકો કોરોના પોઝિટિવ આવતા હતા પરંતુ હકીકતમાં તેઓ કોરોના વાયરસથી સંક્રમિત નહોતા.રાષ્ટ્રપતિએ જણાવ્યું કે,”મેં પહેલા પણ કહ્યું હતું કે આપણે ચીનની તમામ સહાયતાનો સ્વીકાર ન કરવો જોઈએ.આ તમામ કિટની તપાસ થવી જોઈએ.” હકીકતે તાંઝાનિયા એક માત્ર એવો દેશ નથી જેના સાથે ચીને છેતરપિંડી કરી હોય.ચીને મુશ્કેલીના આ સમયમાં પણ તમામ દેશો સાથે આવી ધૃણાસ્પદ મજાક કરેલી છે.અગાઉ ચીને ભારતમાં જે પીપીઈ કિટ મોકલેલી તે પૈકીની એક ચતુર્થાંશ કિટ ક્વોલિટી ટેસ્ટમાં અસફળ રહી હતી.પાંચમી એપ્રિલ સુધીમાં ભારતમાં ચીનથી આશરે 1.7 લાખ પીપીઈ કિટનો સપ્લાય કરવામાં આવ્યો હતો જેમાંથી 50,000 કિટ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ હતી.

Share Now