ટ્રમ્પે આપ્યા સંકેતો અમેરિકા હવે સેફઃ ખોલાશે શટડાઉન

306

– અમેરિકામાં ૭૦,૦૦૦ લોકોના મોત થયા છેઃ ૧૦ લાખ લોકો સંક્રમિત

વોશિંગટન, તા.૬: દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે લોકો ચિંતિત છે ત્યારે અમેરિકામાં હાહાકાર મચાવનારા આ વાયરસની વચ્ચે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નાગરિકોને કોરોના વોરિયર્સ ગણાવ્યા છે.ટ્રમ્પે એરિજોના પહોંચીને ત્યાં ફ૯૫ માસ્ક બનાવનારી કંપની હનીવેલ ફેસિલિટીની મુલાકાત લીધી હતી.આ દરમિયાન ટ્રમ્પે એકવાર ફરી દેશમાંથી પ્રતિબંધો ઉઠાવી લેવાની અને કામકાજ ફરી શરુ કરવાની વાત કરી છે.હનીવેલી ફેસિલિટીની મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું,’હું અમેરિકાના લોકોને કોરોના વોરિયર્સ તરીકે જોઉં છું.હું દેશના લોકોની દૃઢતાને ધન્યવાદ કરું છું.આપણે ઘણાં અમેરિકાના નાગરિકોના જીવ બચાવ્યા છે.હવે આપણો દેશ કોરોનાના આગામી તબક્કામાં છે.સુરક્ષિત અને દેશને ફરી ખોલવાના તબક્કામાં છે.’ટ્રમ્પે એ પણ કહ્યું કે,’કંઈક સારું થવા જઈ રહ્યું છે.આપણે શાનદાર પ્રગતિ કરી છે પણ હજુ હું આ સમય વિશે વાત કરવા નથી માગતો.આપણે નવી થેરપી અને વેકસીનની દીશામાં આગળ વધી રહ્યા છીએ.૯૦ કિલનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે અને હજારો હજુ શરુ થવાના છે. એરિજોના પહોંચવું એ ટ્રમ્પના સામાન્ય પ્રવાસ તરીકે જોવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું, ‘સામાન્ય રીતે આવી ફેસિલિટી તૈયાર કરવામાં ૯ મહિનાનો સમય લાગે છે.પણ હનીવેલે શાનદાર કામ કરીને ૫ અઠવાડિયાથી ઓછા સમયમાં એવી ૨ ફેકટરીઓ બનાવી છે.અહીં ૨૦ મિલિયન માસ્કનું પ્રોડકશન થયું.’ અમેરિકામાં કોરોના રોકવા માટે દ્યણાં વિસ્તારોમાં શટડાઉન કરવામાં આવ્યું છે અને ટ્રમ્પ તેને ખોલવા માગે છે જેથી આર્થિક સ્થિતિને ઝાટકો ના લાગે.જેના કારણે ટ્રમ્પની સરકાર અને સ્થાનિક સરકારો વચ્ચે ખેંચતાણ ચાલે છે.આ સાથે જ ટ્રમ્પે જણાવ્યું કે,’જેમણે કોરોનાના કારણે પોતાનાને ગુમાવ્યા છે,જેમનું કોઈ નથી.હું આ વિશે વિચારું તો રાત્રે ઊંદ્યી શકતો નથી.તેનાથી હું સૌથી વધારે પ્રભાવિત છું.’જણાવી દઈએ કે અમેરિકામાં કોરોના વાયરસની ચપેટમાં આવેલા લોકોની સંખ્યા ૧૨,૩૭,૬૩૩ લોકો કોરોના વાયરસમાં સપડાયા છે,જયારે ૭૨,૨૭૧ લોકોના મોત થઈ ગયા છે.અને ૨,૦૦,૬૨૮ લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

Share Now