વિશ્વભરમાં એરપોર્ટને ૭.૩ લાખ કરોડનું નુકસાન : દુનિયાભરની એરલાઇન્સ કંપનીઓ ડુબવાની નોબત

326

– ૧૬૦૦૦થી વધુ વિમાનો પાર્કિંગમાં પડ્યા છે : એરલાઇન્સની સ્થિતિ એરપોર્ટ કરતા પણ ખરાબ

લંડન,તા.૭: કોરોનાના કારણે દુનિયાના મોટાભાગના દેશોમાં લોકડાઉન હોવાથી ઉડ્ડયન ક્ષેત્રના બિઝનેસ પર સૌથી વધુ અસર થઇ છે.એરપોર્ટ કાઉન્સીલ ઇન્ટરનેશનલ (એસીઆઇ)નું કહેવું છે કે,દુનિયાભરના એરપોર્ટોને આ વર્ષે ૭.૩ લાખ કરોડ રૂપિયા (૯૭ અબજ ડોલર)નું નુકસાન થવાની શકયતા છે.ઇન્ટરનેશનલ એર ટ્રાન્સ્પોર્ટ એસોસીએશન (આઇએટીએ) પણ એરલાઇન કંપનીઓ બાબતે આવી શકયતાઓ જણાવવાની સાથે જ તેના માટે તાત્કાલિક ટેક્ષ રાહતની માંગણી કરી ચુકયું છે.આઇએટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ૨૦૨૦ના શરૂઆતના ં૬ મહિનામાં દુનિયાભરના એરપોર્ટને પ્રવાસીઓથી થતી કમાણીનું નુકસાન વધીને ૩.૨ લાખ કરોડ રૂપિયા (૩૯.૨ અબજ ડોલર) થવાનો અંદાજ છે.જ્યારે આખા વર્ષમાં તે ૯૭ અબજ ડોલર જેટલું થઇ શકે છે.તો બીજી તરફ દુનિયાભરની એરલાઇન્સ કંપનીઓ ડુબવાની નોબત આવી ગઇ છે.ગત દિવસોમાં યુરોપિયન યુનિયને એરફ્રાન્સને લગભગ ૫૦ હજાર કરોડ રૂપિયાની સહાય આપી છે.કંપનીએ કહ્યું હતું કે સહાય નહીં મળે તો તે બંધ થઇ જશે.આ જ રીતે વર્જીન એરલાઇન્સે બ્રિટીશ સરકાર પાસે ૫૦ હજાર કરોડ રૂપિયા માંગ્યા છે.અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ત્યાંની કંપનીઓને મદદનું આશ્વાસન આપ્યું છે.ભારતમાં પણ કંપનીઓ પગાર ચૂકવી નથી શકતી.

Share Now