પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ લગાવીને સામાન્ય લોકોની કુલ આવક લૂંટવી એ ‘આર્થિક રાજદ્રોહ’: કોંગ્રેસ

284

– ભારતીયો પર 1.4 લાખ કરોડ રૂપિયાનો વધારાનો ટેક્સ બોજ નાખ્યો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે.કોંગ્રેસ દ્વારા બુધવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારવાનો આરોપ લગાવતા કોંગ્રેસે કહ્યું કે પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ લગાવીને સામાન્ય લોકોની કુલ આવક લૂંટવી એ ‘આર્થિક રાજદ્રોહ’ છે.કોંગ્રેસે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં વધારો કરીને ભારતીયો પર 1.4 લાખ કરોડ રૂપિયાનો વધારાનો ટેક્સ બોજ વધારવામાં આવ્યો છે.પાર્ટીના મુખ્ય પ્રવક્તા,રણદીપ સુરજેવાલાએ કહ્યું કે,જ્યારે આખો દેશ કોરોના રોગચાળા સામે લડી હ્યો છે.દેશમાં ગરીબ,સ્થળાંતર કરનારા,દુકાનદારો અને નાના વેપારીઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવનો ભાર કેન્દ્ર સરકાર દ્વારા 130૦ કરોડ ભારતીયો ઉપર પણ મૂકવામાં આવ્યો છે.રણદીપ સુરજેવાલાએ કહ્યું કે,ક્રૂડ ઓઇલના ભાવ વિશ્વભરમાં સૌથી નીચલા સ્તરે છે.આ રીતે ભારતીયો પર આર્થિક ભાર મૂકવોએ આર્થિક રીતે દેશ વિરોધી છે.તેમણે કહ્યું કે આ કટોકટીમાં સરકારે દેશના લોકો પર વધારાના વેરાનો ભાર ન લાદવો જોઈએ.

Share Now