– યોગી સરકાર કહે છે કે મજૂરોની પહેલા તપાસ કરવામાં આવે ત્યાર પછી જ તેમને મોકલવામાં આવે
મુંબઈ : કોરોના વાયરસના કારણે ચાલી રહેલા લોકડાઉનની વચ્ચે ફસાયેલા પ્રવાસી મજૂરોને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે.શિવસેનાએ સામનામાં ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાનો સાધ્યો છે કે,મહારાષ્ટ્ર સરકાર પ્રવાસી મજૂરોનું ધ્યાન રાખી રહી છે.પણ જ્યારે તેમના ઘર વાપસીનો સમય આવ્યો તો ઉત્તર પ્રદેશ સરકાર પરવાનગી આપી રહી નથી.આ પહેલા નવાબ મલિકે ઉત્તર પ્રદેશ સરકાર પર મજૂરોને પરન નહીં લેવાનો આરોપ લગાવ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથનું કહેવું છે કે,મજૂરોની પહેલા તપાસ કરવામાં આવે ત્યાર પછી જ તેમને મોકલવામાં આવે.સામનામાં કહેવામાં આવ્યું છે કે,ઉત્તર પ્રદેશ સરકારે કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે મોકલી અને તેમને તપાસ કર્યા વિના જ પરત લાવી દેવામાં આવ્યા,કારણ કે તેઓ અમીર ઘરોના બાળકો હતો.પણ મજૂરોની કોઈ મદદ કરવામાં આવી રહી નથી.હવે તેમના માટે નિયમ અને શરતો બનાવવામાં આવી રહી છે.