નવી દિલ્હી : કોરોના વાઇરસની વિરુદ્ધ લડાઇમાં ત્રણેય સેવાઓ મહત્વની ભુમિકા નિભાવી રહી છે.ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે આજ સુધીમાં તયેલી ખાસ વાતચીતમાં કહ્યું કે,રિયાઝ નાયકૂ જેવા આતંકવાદી લીડરને ગ્લોરીફાઇ કરવું ખોટું છે.જનરલ રાવતે કહ્યું કે,કોરોના સંકટને પહોંચી વળવા માટે સમગ્ર દેશ એક છે જનરલ બિપિન રાવતે કહ્યું કે,નૌસેના જહાજ માલદીવ પહોચી ચુક્યા છે.તેમાં જરૂરી સામાન લઇને આપણા જહાજ લઇ ગયા હતા જેની માલદીવને જરૂર હતી.આપણે અન્ય પાડોશીઓને પણ આ પ્રકારે મદદ કરી રહ્યા છીએ.સાથે જ આપણા નાગરિકો પણ ત્યાં ફસાયેલા તેમને કાઢવા માટેનાં પ્રયાસો કરી રહ્યા છીએ.હાલ કામ કરી રહ્યા છે.દેશવાસીઓ માટે પણ અમે તૈયાર છીએ.