થાઈલેન્ડના રાજા ફરી એકવાર વિવાદમાં : 20 યુવતીઓને સાથે લઇ જર્મનીની આલીશાન હોટલમાં રવાના

282

બેંગકોક : થાઈલેન્ડના રાજા વઝીરલોન્ગકોર્ન ઉર્ફે રામદશમ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે.તેઓ પ્રજાને ભગવાન ભરોસે છોડી દઈ પોતાની સાથે 20 યુવાન સુંદરીઓને લઈને જર્મનીની આલીશાન હોટલમાં મોજમજા કરવા જતા રહ્યા છે.આ વિશે ખુબસુરત સુંદરીઓને સોલ્જર એટલેકે સૈનિકની પદવી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ તેઓ સુંદરીઓને લઈને જર્મની જતા રહ્યા હતાં બાદમાં કોરોના વાઇરસના ફેલાવા અંગે માહિતી મળતા પરત આવ્યા બાદ ફરીથી જતા રહ્યા છે.જ્યાં આલીશાન હોટલમાં સુંદરીઓ સાથે દિવસો વિતાવી રહ્યા છે.એટલુંજ નહીં આ આલીશાન હોટલનો ચોથો માળ ભાડે રાખી લઇ તે શણગારી દેવામાં આવ્યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Share Now