– રાજીનામાનો સ્વિકાર ન હોવાથી મારુ વધારે શોષણ થશે. આગળ વધુ સરકારની નોકરી કરી શકવુ મારા માટે સંભવ નહી થાય.
હરિયાણા કાડરની IAS અધિકારી રાની નાગરે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.હવે કેન્દ્રીય રાજ્યમંત્રી કૃષ્ણપાલ ગુર્જરે ટ્વીટ કરી કહ્યુ છે કે, IAS રાની નાગરનુ રાજીનામુ સીએમ મનોહર લાલ ખટ્ટરે નામંજૂર કરી દીધુ છે.તેમણે તેમ પણ કહ્યુ છે કે,IAS રાની નાગરનુ કાડર બદલીને ઉત્તરપ્રદેશ કરવાની સલાહ આપવામાં આવી હતી.જોકે,રાની નાગરે તે પહેલા જ કહ્યુ હતુ કે,જો તેમનુ રાજીનામુ મંજૂર નથી થતુ તો,તેમનુ શોષણ થતુ રહેશે.
ભારતીય જનતા પાર્ટીના નેતા અને મંત્રી કૃષ્ણપાલ ગુર્જરે પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે,રાની નાગરને ઈંસાફ અપાવવા માટે કરવામાં આવી રહેલી કોશિશ રંગ લાવી છે.અમારી કોશિશ તે જ છે કે,રાની નાગર બિટિયાની સાથે કોઈપણ પ્રકારનો અન્યાય ન થઈ શકે.તે માટે હરિયાણા સરકારમાં મુખ્ય સ્તરથી સતત વાતચીત કરવામાં આવી રહી છે.હરિયાણા કાડરની IAS અધિકારી રાની નાગરે સોમવારે રાજીનામુ આપી દીધુ છે.તેમણે તેનુ કારણ સરકારી ડ્યૂટી દરમિયાન ખાનગી સુરક્ષાને દર્શાવી છે.કૃષ્ણપાલ ગુર્જરના ટ્વીટના કેટલાક કલાક પહેલા નાગરે ટ્વીટ કર્યુ કે,જો તેમનુ રાજીનામુ મંજૂર ન કરવામાં આવ્યુ તો, તેમનુ શોષણ થતુ રહેશે.તેમણે પોતાના ટ્વીટમાં તેમ પણ કહ્યુ છે કે,ચંદીગઢમાં ગેસ્ટ હાઉસમાં ઘણી વખત તેમના જમવામાં સ્ટેપલર પિન પણ મળી હતી. વિપક્ષ કોંગ્રેસના રાની નાગરના રાજીનામાને સ્તબ્ધકારી દર્શાવ્યુ છે અને કહ્યુ છે કે,આ મુખ્યમંત્રી ખટ્ટની વિફળતાનો સબૂત નથી.રાની નાગરે નોઈડા અને ગાજિયાબાદના લોકોને અપીલ કરી હતી કે,તેઓ તેમના રાજીનામા માટે આગ્રહ અને આંદોલન ન કરે.રાની નાગરે ઘણા બધા ટ્વીટ્સ કરી પોતાનો પક્ષ રાખ્યો છે.તેમણે તેમ પણ કહ્યુ છે કે,રાજીનામાનો સ્વિકાર ન હોવાથી મારુ વધારે શોષણ થશે.આગળ વધુ સરકારની નોકરી કરી શકવુ મારા માટે સંભવ નહી થાય.વધારે સમય સુધી મારુ રાજીનામુ સ્વીકાર નથી થયુ અને મારા એનપીએસ ફંડ મને ન મળ્યુ તો,મારા ભૂખ્યા રહેવાનો વખત આવશે.