આને કહેવાય કોરોના પ્રત્યેનો સાચો પ્રેમ ! TMCના મહિલા સાંસદે દિકરીનું નામ કોરોના રાખ્યુ

378

– સાંસદ અપરુપા પોદારે હુગલીમાં દીકરીને જન્મ આપ્યો : બાળકીનું નીક નેમ કોરોના રાખ્યુ

કોલકત્તાઃ દેશમાં હાલ કોરોના વાયરસને કારણે સતત ચિંતાનો માહોલ છે ત્યારે કોરોના શબ્દ જીવનનો ભાગ બની ગયો છે.તેવામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદે તેમની દીકરીનું નામ કોરોના રાખ્યુ છે.સાંસદ અપરુપા પોદારે હુગલીમાં દીકરીને જન્મ આપ્યા બાદ બાળકીનું નીક નેમ કોરોના રાખ્યુ છે.અપરુપા ટીએમસીના આરામબાગના સાંસદ છે.સાંસદ અને તેમના પતિએ દીકરીનું નામ કોરોના એટલા માટે રાખ્યુ છે કે તેનો જન્મ કોરાના વાયરસના કારણે લાગુ પડેલા લોકડાઉનમાં થયો છે.જો કે બાળકીનું સાચુ નામ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા નક્કી કરાશે.આમ,હવે કોરોના નામ રાખવાથી અપરુપા પોદાર સમગ્ર દેશમાં જાણીતા બની ગયા છે.તો છતીસગઢમાં જન્મેલા જોડીયા બાળકોના નામ કોરોના અને કોવિડ રાખ્યા છે.લોકડાઉનના સમયમાં જન્મ થતા બાળકોના નામ આ પ્રકારના રાખ્યા હોવાનું તેના માતાપિતા કહે છે.લોકડાઉનનો અમલ શરૂ થયો ત્યારે માતાને પીડા થતા તેમને ડીલિવરી માટે લાઈ જવાયા હતા.પણ લોકડાઉનના કારણે હોસ્પિટલ પર પહોંચવામાં મુશ્કેલી પડી હતી.ત્યારે સંઘર્ષ બાદ જન્મ અપાતા આ દિવસને યાદગાર બનાવવા માટે બંનેના નામ કોવિડ અને કોરોના પંસદ કર્યા હતા.

Share Now