ચરણબદ્ધ રીતે અપાશે ઢીલ : ૧૭મીએ ફેંસલો સ્થિતિ અનુસાર

547

– બીઝનેશને તબક્કાવાર શરૂ કરવા સરકાર ગ્રીન ઝોનમાં મોલ, સિનેમા હોલ અને સ્થાનિક રીટેલ સ્ટોલને રાત્રે શરૂ કરવાની છૂટ આપે તેવી શકયતા : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપેલો સંકેત

નવી દિલ્હી, તા. ૮ :. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ છે કે લોકડાઉન ૩.૦ બાદ ચરણબદ્ધ રીતે ઢીલ આપવામાં આવશે.૧૭મી પછી પણ પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે.લક્ષણ વગર પણ વાયરસની હાજરી મળવાથી સામાજિક અંતર જ બચાવનો એક માત્ર ઉપાય છે. તેમણે જણાવ્યુ છે કે સમગ્ર વિશ્વ સમક્ષ અનઅપેક્ષિત સંકટ છે.અમેરિકા તથા સિંગાપુરમાં પણ અનેક ચરણોમાં લોકડાઉન રહ્યુ છે.કેટલાક રાજ્યોમાં લોકડાઉન લાગ્યુ છે કે કેટલાકમાં નહિ,પરંતુ ભારતે કોરોનાને કાબુ કરવામાં સમગ્ર વિશ્વના મુકાબલે વધુ સફળતા મેળવી છે.આપણા નિષ્ણાંતો રોજેરોજ સ્થિતિની સમિક્ષા કરે છે પછી પગલા લેવાય છે.ચરણબદ્ધ રીતે લોકડાઉન લાગ્યુ અને એ જ પ્રકારે ઉઠાવી પણ રહ્યા છીએ અને આર્થિક ગતિવિધિ સુનિશ્ચિત કરી રહ્યા છીએ.

૯૦ ટકા લોકોએ લોકડાઉનનું પાલન કર્યુ છે.દરમિયાન બીઝનેશ શરૂ કરવાની વ્યુહરચનાના ભાગરૂપે સરકાર ગ્રીન ઝોનમાં મોલ,સિનેમા હોલ અને સ્થાનિક રીટેલ સ્ટોલને રાત્રે શરૂ કરવાની છૂટ આપે તેવી શકયતા છે.સરકારનું માનવુ છે કે અંતર જાળવી અને ટ્રાફીકને નિયંત્રણમા રાખી આ પ્રવૃતિ શરૂ કરી શકાય તેમ છે.ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં માર્ગદર્શિકા બહાર પાડશે.રીટેલ ક્ષેત્ર રાત્રે દુકાનો ખુલી રાખવા આતુર છે.સૂત્રો કહે છે કે આનાથી બીઝનેશ પ્રવૃતિ શરૂ થઈ શકે છે.મહારાષ્ટ્રમાં રાત્રે દુકાનો ચાલુ રાખવાનો વિકલ્પ અપાયો છે.મધ્યપ્રદેશમાં રીટેલ સ્ટોરને સવારના ૬ થી રાતના ૧૨ સુધી ચાલુ રાખવાની છૂટ અપાઈ છે.

Share Now