– પાંચ પોલીસકર્મી ઝપટે ચડયા: હવે બીજી ટીમ બનાવી તપાસ કરાશે
કોરોનાને લઈને રખાયેલી લાપરવાહીને લઈને જમાતના પ્રમુખ વિરુદ્ધ કેસ નોંધી તપાસમાં લાગેલી ક્રાઈમ બ્રાન્ચના પાંચ પોલીસકર્મી કોરોનાનો શિકાર બન્યા છે. તેમને કોરોના થયો હોવાનો ખુલાસો થયા બાદ તપાસ સાથે જોડાયેલી ટીમને તમામ પોલીસ કર્મીઓને કવોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. તપાસને આગળ વધારવા માટે હવે ક્રાઈમ બ્રાન્ચના બીજા યુનિટના કર્મીઓને તપાસ ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યા છે.
તપાસ ટીમના પાંચ સભ્યોને કોરોના પોઝિટીવ આવ્યા બાદ એવું મનાય રહ્યું હતું કે તેનાથી તપાસ પર અસર પડશે પરંતુ તપાસ ટીમના વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે અમે ક્રાઈમ બ્રાન્ચના બીજા યુનિટના અન્ય સભ્યોને આ તપાસ સાથે જોડી લીધા છે.અમે સંપૂર્ણ સાવચેતી રાખીને તપાસને આગળ વધારી રહ્યા છીએ જેથી કોરોનાનો ખતરો અન્ય પોલીસકર્મી સુધી ન પહોંચે.મરકઝ મામલાની તપાસમાં લાગેલી જૂની ટીમના જે પાંસ પોલીસકર્મી કોરોના પોઝીટીવ આવ્યા છે તેમને હવે એઈમ્સની ઝઝઝર સ્થિત યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે.પહેલાં આ તમામને દિલ્હીની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.જ્યારે જૂની ટીમના ૧૦થી વધુ પોલીસ કર્મીઓને હોટેલમાં કવોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.