અંતિમ સંસ્કારમાં 20 લોકોને છૂટ અપાઈ છે પણ દારૂની દુકાને હજારો ભેગા થયા : સંજય રાઉત

290

મુંબઈ : દેશના અનેક રાજ્યમાં દારૂની છૂટછાટ મળતા વાઈનશૉપ પર લાંબી લાઈન જોવા મળી હતી.થોડી છૂટમાં કરોડો રૂપિયાની કમાણી પણ થઈ હતી.આ માહોલ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી થઈ ગઈ.પોલીસે કડક વલણ અપનાવવું પડ્યું હતું.એવામાં મહારાષ્ટ્રના શિવસેનાના સાંસદ સંજય રાઉતે કેટલાક સવાલ ઉઠાવ્યા છે.રાઉતે કહ્યું હતું કે,અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકોને જ જોડાવવાની મંજૂરી છે પણ દારૂની દુકાન પર હજારો લોકો ભેગા થયા હતા.મૃત શરીરમાં આત્મા નથી હોતો પણ દુકાનમાં સ્પિરિટ (આલ્કોહોલ) હોય છે.શું આ માટે ત્યાં વધુને વધુ લોકોને છૂટછાટ આપવામાં આવે છે?

ગૃહમંત્રાલયના સંયુક્ત સચીવ પુણ્ય સલીલ શ્રીવાસ્તવે તા.5 મે ના રોજ સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈન જાહેર કરી હતી.તેમણે કહ્યું હતું કે,લગ્ન પ્રસંગે 50થી વધારે લોકો એકઠા નહીં થઈ શકે.જ્યારે અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકોને જ ભેગા થવા માટેની મંજૂરી આપવામાં આવી છે.એનાથી વધારે લોકો એકઠા નહીં થઈ શકે.કેન્દ્ર સરકારે તા.4 મે ના રોજ શરૂ થયેલા લૉકડાઉનના ત્રીજા તબક્કામાં શરત સાથે દારૂની દુકાન ખોલવા પર છૂટ આપી હતી. મહારાષ્ટ્ર સરકારે પણ દારૂની દુકાન ખોલવા નિર્ણય લીધો હતો.પણ દુકાનો પર જોવા મળેલી ભીડને કારણે આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

Share Now