લોકડાઉનના ત્રીજા તબક્કામાં સરકારે વતન જવાની છુટ આપતા જ સુરત શહેરમાં વસતા પરપ્રાંતીયો,ગુજરાતીઓ જે પણ વ્યવસ્થા થતા લકઝરી બસ, એસ.ટી બસ,ટ્રેન કે પછી પ્રાઇવેટ વાહન જેમાં પણ મંજુરી મળી કે ટિકિટ મળી તે મેળવીને વતન જવાની જે પડાપડી શરૃ થઇ છે.તેના પગલે સુરત શહેરમાંથી અત્યાર સુધીમાં 5 લાખ થી વધુ લોકો વતન તરફ દોટ મુકી દેતા સુરત શહેર ધીરે ધીરે ખાલી થવા માંડયુ છે.
લોકડાઉન થતાં જ પરપ્રાંતીઓની વતન ભણી દોટ
કોરોનાની મહામારી ના કારણે ઉદ્યોગ-ધંધા બંધ રહેવાની સાથે લોકડાઉન લંબાવાતા જ સુરત શહેરમાં વસતા ઓડિશા, મધ્યપ્રદેશ, રાજસ્થાન,ઉતરપ્રદેશ સહિતના રાજયોના પરપ્રાંતીયોને વતનીઓને વતન જવા નહીં મળતા કોઇને કોઇ વિસ્તારમાં દરરોજના તોફોનો કરે છે.આ તમામની મુખ્ય માંગ એ જ છે કે બસ અમારે વતન જવુ છે.અમારે અંહિયા રહેવુ નથી.આ વાતને લઇને સરકારે તમામને વતન જવાની છુટ આપી દીધી છે શરૃઆતમાં સુરત જિલ્લાની બહાર ચેકપોસ્ટ બનાવી મધ્યપ્રદેશ,રાજસ્થાન અને ઓડિશા જવાની છુટ આપવામાં આવી હતી.પરંતુ ત્યા ભારે ધાધલ ધમાલ થતા ચેકપોસ્ટ જ બંધ કરાવી દઇને ઓનલાઇન મંજુરી આપવાનું શરૃ કર્યુ છે.
5 લાખ લોકો વતન ગયા
વધુમાં લાખ્ખોની સંખ્યામાં ઓડિશા,મધ્યપ્રદેશ,રાજસ્થાન,ઉતરપ્રદેશ સહિતના રાજયોના પરપ્રાંતીયો વસતા હોવાથી તેમને બસ કે પ્રાઇવેટ વાહનો દ્વારા મોકલવુ મુશ્કેલ હોવાથી ટ્રેનોમાં મોકલવાની શરૃઆત થઇ છે.હાલમાં ઓડિશા, ઉતરપ્રદેશ, બિહાર, ઝારખંડની દરરોજની ટ્રેનો દોડી રહી છે.પરપ્રાતીયોને મોકલવાની શરૃઆત થયા બાદ આપણા ગુજરાતીઓ કેમ બાકી રહી જાય ? તેથી તેમને પણ જેમના વતન જવુ હોય તેમને છુટ આપી છે.શરત બસ એટલી જ છે કે લકઝરી કે એસ.ટી બસમાં જવાનું રહેશે.આમ સુરત શહેરના વરાછા, કતારગામ, પાંડેસરા, અમરોલી, સચીન સહિતના તમામ શ્રમજીવી વિસ્તારોમાંથી લોકો વતન જવાની શરૃઆત કરી દીધી છે. આ સિવાય સુરત જિલ્લા કલેકટર દ્વારા પણ મેડિકલ,અને મૃત્યુના કેસમાં ખાસ મંજુરી આપવામાં આવે છે.આ તમામના આંકડાઓ ભેગા કરીને સુરત શહેરમાંથી અત્યાર સુધીમાં 5 લાખ લોકો વતન પહોંચી ચૂકયા છે કે પછી રસ્તામાં છે.