સુરત સિવીલ હોસ્પિટલમાં 256 કોરોના પોઝીટીવમાંથી 25ની હાલત ગંભીર

291

સુરતમાં કોરોનાએ વધુ મજબૂત સકંજો કસ્યો છે.જેના લીધે મૃત્યુઆંકમાં પણ રોજ વધારો થઈ રહ્યો છે.અત્યાર સુધી સુરત શહેરમાં કોરોના 37 વ્યક્તિઓને ભરખી ગયો છે જ્યારે કોરોના સંક્રમિત દર્દીઓની હાલત ગંભીર જોવા મળી રહી છે.સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં આજે 256 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.તે પૈકી 25- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 3- વેન્ટિલેટર, 8- બીપેપ અને 14 દર્દી ઓક્સિજન પર હોવાથી ડોક્ટરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

એક બાળકી સહિત 28 દર્દીઓને રજા અપાઈ

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેમાં દાખલ કોરોના સંક્રમિત દર્દીઓની તબિયતમાં સુધારો આવ્યો હતો. આજ રોજ વધુ 28 દર્દીઓને રજા આપવામાં આવી હતી.જેમાં સમરસમાં 12 અને સિવિલ માંથી 1 બાળકી સહિત16 દર્દી પૈકી ડભોલી ખાતે ભ્રમલોક રેસીડન્સીમાં રહેતી 14 માસની જયોતી જૈનીશ ગોટી સમાવેશ થાય છે.અત્યાર સુધીમાં શહેરમા કુલ 445દર્દીઓને રજા આપવામાં આવી છે.

પોઝીટીવ કેસનો આંકડો વધ્યો

સુરત શહેરમાં કોરોના કહેર યથાવત રહેતા આજે રોજ સિટીમાં વધુ 33 દર્દીને દાખલ કરાયા છે.પાલિકાના કર્મચારી,વકીલ,નવસારી કૃષિ યુનિ.ના સંશોધક પણ સંક્રમિત થયા છે.જ્યારે જિલ્લાના બારડોલીમાં કોરોનાની એન્ટ્રી થઇ છે.શહેર-જિલ્લા મળીને આજે 34 નવા કેસ નોંધાયા છે અને કેસોનો આંકડો 889 પર પહોંચી ગયો છે.આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ શહેરમાં આજે રોજ પાલિકાના વરાછાના હેલ્થ સેન્ટરના લેબ ટેકનીશીયન પ્રતિક્ષા ડોબરિયા, નવસારી કૃર્ષિ યુનિ.રિસર્ચ કરનાર ભૂમિકા ગોટી અને વકિલ અશ્વિનભાઇ ગોટીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.સુરતમાં કોરોનાનાં 33 દર્દીમાં આજે સૌથી વધુ લિંબાયતમાં 7 અને ઉધનામાં 7, સેન્ટ્રલના 6,વરાછા બી 4,કતારગામના 6,રાંદેરમાં 2 અને અઠવામાં 1 દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.જેમાં 16 પુરૃષ,૬ સ્ત્રી, 9 વૃધ્ધ અને તરૃણ 2 છે. સુરત જિલ્લાના બારડોલીમાં પણ કોરોનાની એન્ટ્રી થઇ ગઇ છે.અમદાવાદથી આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.સુરત સિટીમાં કુલ 841 કેસ અને 37 મોત થયા છે. ગ્રામ્યમાં 48 કેસ અને 1 મોત થયું છે.શહેર-જિલ્લા મળીને કુલ કેસોના આંકડો 889 અને મરણાંક 38 થયો છે.

Share Now