રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે.ત્યારે સુરતમાં પણ નવા કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે સુરતમાં કોરોનાના વધુ 16 કેસ પોઝિટિવ નોંધાયા છે.ત્યારે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.શહેરમાં સૌથી વધારે કેસ લીંબાયત વિસ્તારમાં નોંધાયા છે.ત્યારે સતત વધી રહેલા કેસના કારણે મનપાનું તંત્ર એલર્ટ થયું છે.તમામ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કરાયા ક્વોરન્ટીન
સૌથી વધારે કેસ લીંબાયત વિસ્તારમાં નોંધાયા
દેશભરમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે કેન્દ્રની મોદી સરકારે દેશભમાં 24મી માર્ચથી લોકડાઉન લાદવામાં આવ્યું છે,હાલ લોકડાઉન ત્રીજા તબક્કામાં પહોંચ્યું છે.હાલ 17મી મે સુધી લંબાવ્યું છે.આ લોકડાઉનથી દેશને મોટા પ્રમાણમાં આર્થિક નુકશાન ઉઠાવવું પડ્યુ છે તેની સાથે સાથે કરોડો લોકોએ તેમની રોજગગારી છીનવાઈ ગઈ છે.