
– અત્યાર સુધી નજીકના જ APMCમાં પાક વેંચવા ફરજ પડાતી હતી
અમદાવાદ,તા.૧૧: લોકડાઉનના આ કપરા સમયમાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.તૈયાર પાક વેચવા માટે તેમને ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.આ વચ્ચે રાજય સરકારે ખેડૂતો માટેના એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી એક્ટમાં સુધારો કરીને તેમને રાજયમાં કોઈપણ જગ્યાએ ઉપજ વેચવાની છૂટ આપી છે. આ પહેલા ખેડૂતો નજીકના APMCમાં પાક વેચવા ફરજ પડાતી હતી,જયારે નવી ગાઈડલાઈન્સ મુજબ,હવે તે રાજયમાં કોઈપણ જગ્યાએ પાકને વેચી શકે છે.
APMCના પોતાના યાર્ડની બહાર હવે કોઈ પાવર નહીં રહે.તે APMCના બહાર વેચાયેલા પાકમાંથી ૦.૫ ટકા અકીલા સેસ પણ નહીં વસૂલી શકે. પશુપાલન,ગાય સંવર્ધન અને મત્સ્યઉદ્યોગ,કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સક્રેટરી મનિષ ભારદ્વાજે નવા સુધારાના અપ્રૂવલ વિશે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું,કાયદામાં સુધારાથી ખેડૂતોને પોતાના પાકનો વધુ સારો ભાવ મેળવવામાં મદદ મળશે.તેમણે કહ્યું,હવે ખેડૂતોને માર્કેટ યાર્ડમાં પોતાના ફળો અને શાકભાજી વહેંચવાની જરૂર નથી.આ સુધારાથી તેમને પ્રાઈવેટ માર્કેટમાં ઉંચી કિંમતે પોતાનો પાક વેચવાની તક મળશે.આ ગુજરાતના ખેડૂતો માટે ગેમ ચેન્જર સુધારો સાબિત થશે.ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં ૨૨૪ APMC છે.જે એગ્રિકલ્ચરલ પ્રોડક્ટ પર ૦.૫ ટકા સેસ વસૂલે છે.પાછલા વર્ષે APMCમાં ૩૫,૦૦૦ કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું.જેમાંથી ૩૫૦ કરોડ રૂપિયા સેસ વસૂલવામાં આવી હતી.જેમાંથી ૪૦ ટકા માર્કેટ યાર્ડની બહાર વેચાણ કરાયું હતું.કાયદામાં સુધારા પહેલા APMC માર્કેટયાર્ડની બહાર વેચાતા પાકનું પણ નિયમન કરતું હતું.જે હવે નહીં કરી શકે.