ગુજરાતમાં IAS અને IPS અધિકારીનું રાજ ચાલી રહ્યું છે : કેન્દ્રીય મંત્રી રૂપાલાનો કથિત ઓડિયો વાયરલ : ભાજપ સરકારની રાજકીય ધરા ધ્રુજી

357

– રાજ્ય સરકારને ટોણો ? કેન્દ્રીય મંત્રીના ઉચ્ચારણોના અનેકવિધ અર્થઘટનો : ગુજરાતની ‘સચ્ચાઈ’ અમે નહિ મોદી સરકારના મંત્રીએ કહી છે: અમિત ચાવડા

– બહારથી લોકોને પ્રવેશ સંદર્ભે ખાંભાના પૂર્વ પંચાયત પ્રમુખ મોહનભાઈ વારિયાએ સંબંધિત અધિકારીઓનો સંપર્ક કર્યા પછી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાનો ટેલીફોનીક સંપર્ક કર્યો !!

કોરોનાની સ્થિતિને નાથવામાં સમગ્ર ગુજરાતમાં કલેક્ટર અને એસપીની ભૂમિકા બહુ મહત્વની છે.ગુજરાતમાં એક માત્ર અમરેલી જિલ્લો એવો છે કે જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી,પરંતુ સુરતમાં રહેતા હીરા ઘસૂઓને વતન જવાની મંજુરી આપતા અમરેલીમાં 50,000 કરતાં વધુ હીરા ઘસૂઓ વતન ભણી આવી રહ્યા છે.અમરેલીનું વહીવટી તંત્ર અને અમરેલી પોલીસ એક પણ પોઝિટિવ કેસ અમરેલીમાં દાખલ થાય નહીં તે માટે પ્રયાસો કરી રહ્યા છે.

સુરત સહિત વિવિધ શહેરોમાંથી આવી રહેલા લોકોને અમરેલી જિલ્લામાં પ્રવેશતા અટકાવી તેમનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.આ સ્થિતિને કારણે અમરેલીમાં રહેતા લોકો અને નેતાઓ કોરોના ફેલાશે તેવા ભયથી પીડાઈ રહ્યા છે.ભાજપના નેતા અને ખાંભાના પૂર્વ પંચાયત પ્રમુખ મોહનભાઈ વારિયાએ આ સંદર્ભે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કર્યા પછી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાનો ટેલીફોનીક સંપર્ક કર્યો હતો.પુરુષોત્તમ રુપાલા અને મોહન વારિયા વચ્ચે થયેલી કથિત ટેલીફોનીક ટોકમાં કેન્દ્રીય મંત્રી રુપાલા પોતાની નારાજગી વ્યક્ત કરતાં ગુજરાતમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીનું રાજ ચાલી રહ્યું છે તેવું કહે છે.(Audio અહેવાલના અંતમાં છે) કથિત ઓડિયોમાં પુરુષોત્તમ રુપાલા કેન્દ્રીય મંત્રી હોવા છતાં સમગ્ર મામલો અખબાર સુધી લઈ જવા અને પત્રકારોને સ્થળ સુધી બોલાવા મોહન વારિયાને કહે છે.આમ કોરોનાની સ્થિતિમાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ તેમજ જ્યારે એક માત્ર અમરેલી જિલ્લો કોરોના મુક્ત હોવા છતાં કેન્દ્રીય મંત્રી કઈ રીતે પોતાના માત્ર રાજકીય સ્વાર્થનો વિચાર કરે છે તેનું આ ઓડિયો રેકોર્ડિંગ ઉત્તમ ઉદાહરણ છે.સંભવ છે કે આ ઓડિયો વાયરલ થયા પછી વારિયા અને પુરષોત્તમ રુપાલા શરમજનક સ્થિતમાં મુકાયા હશે.

કેન્દ્રના કૃષિ રાજ્યમંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ પરસોતમ રૂપાલાએ ખાંભા તાલુકાના પાર્ટીના અગ્રણી મોહનભાઈ વરીયા સાથે ફોનમાં કરેલી વાતચીત સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ છે.જેમાં તેઓ તંત્ર આઈ.એ.એસ. અધિકારીઓ ચલાવી રહ્યાનું સ્પષ્ટ કહે છે.તેમના આ શબ્દો અને અન્ય કેટલાક શબ્દોએ વહીવટી અને રાજકીય ક્ષેત્રે ધણધણાટી કરી છે.તેમના ઉચ્ચારણો રાજ્ય સરકારને ટોણારૂપ હોવાના અને શાસનકર્તાઓની વહીવટી પક્કડ સંદર્ભે હોવાના અર્થઘટન થઈ રહ્યા છે.અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ સુરતથી વતનમાં પાછા ફરી રહેલા લોકોને ખાંભામાં અટકાવી રખાતા મોહનભાઈએ તે બાબતે રૂપાલાને ફોન કરેલ તે વખતની વાતચીત વાયરલ થઈ છે.જે કથિત ઓડીયો સોશ્યલ મીડીયામા ફરી રહ્યો છે તેમાં રૂપાલા એવુ કહેતા સંભળાય છે કે આ સાવ અક્કલ વગરના છે,આપણે જે હાલ હેરાન થઈએ છે તેનુ કારણ એ છે આખુ તંત્ર આઈ.એ.એસ. ચલાવી રહ્યા છે.છાપાવાળાઓને ત્યાં મુલાકાત લેવાનુ કહો,આજુબાજુવાળાને ફરીયાદ લખીને મોકલો,અમારી આજુબાજુ આ કચરો ભેગો કરવાનુ કોણે કહ્યુ છે ? અમારા ગામમાં કંઈ પણ થશે તો જવાબદારી તમારી રહેશે તેવા પત્રો લખાવો.રૂપાલાના વાયરલ ઓડીયો બાબતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને જણાવ્યુ છે કે ‘ગુજરાત મે આઈ.એ.એસ.-આઈ.પી.એસ. સરકાર ચલા રહે હૈ,અફસરોમેં (લાગતા વળગતા) કોઈ અક્કલ નહિ હૈ,સુરત સે વતન આયે હુએ લોગ ગંદકી હૈ,યે સરકાર હમારી બાત નહિ સુનેગી,પ્રેસ કે લોગો કો બુલાકર છપવાવો.’ યે ગુજરાત કી સચ્ચાઈ હમ નહિ મોદી સરકાર કે મંત્રી રૂપાલા કહ રહે હૈ તેમ અમિત ચાવડાએ જણાવ્યુ છે.

Share Now