લોકોની આર્થિક સ્થિતિ ખરાબ : ૭૦%એ લોનમાં રાહત માંગી

346

– લોકડાઉનનો પ્રથમ મહિનો જ ભારે પડયો : લોનના હપ્તામાં રાહત માંગનારાની સંખ્યા ૭૦થી ૭૫ ટકા થઇ : ૯૦ ટકા કર્મચારી વર્ગ લોન હપ્તા માફીની વિરૂધ્ધમાં : જો કે ત્રણ હપ્તાની માફીનો ડબલ માર પડવાનો છે

નવી દિલ્હી તા. ૧૧ : લોકડાઉનના સમય વધારાની સાથે જ દેશમાં લોન ધારકોની સ્થિતિ પણ કથળતી જોવા મળી રહી છે.માર્ચના અંતિમ સપ્તાહમાં શરૂ થયેલા લોકડાઉન બાદ એપ્રિલ મહિનામાં ફકત ૩૦ ટકા એવા ઉદ્યોગો સાથે જોડાયેલા લોનધારકો હતા.જેઓએ મોરાટોરિયમની સુવિધા માટે અરજી કરવામાં આવી હતી પરંતુ હવે તે સંખ્યા તેજીથી વધીને ૭૦ ટકા પહોંચી ગયો છે.

આરબીઆઇના જણાવ્યા મુજબ માઇક્રો લોનવાળા અંદાજે ૩૦ ટકા ગ્રાહક એવા હતા,જેને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં છુટની સુવિધા માટે અરજી કરી હતી.જો કે આ બધાની વચ્ચે ખેડૂતો તરફથી આવી સુવિધા માટે અરજી ખૂબ જ ઓછી આવી છે તેના કારણે આ વર્ષે ઘઉંની પાકની સારી પેદાશ હોવી જોઇએ.માઇક્રો ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી એસોસીએશનના જણાવ્યા મુજબ એક મહીનામાં લોનના હપ્તાને સ્થગિત કરવાની સુવિધા લેતા ગ્રાહકોની સંખ્યા ૭૦ થી ૭૫ ટકા સુધી થઇ ગઇ છે.ઉલ્લખેનીય છે કે આરબીઆઇ તરફથી ૨૭ માર્ચે બેંકોને આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ માર્ચથી મે સુધી ત્રણ મહીના માટે ગ્રાહકોને હપ્તા ન ચુકવવાની છૂટ આપે.જો કે આ સમયગાળા દરમિયાન હપ્તા ન ચૂકવવાની છુટનો અર્થ સંબંધિત હપ્તામાંથી છુટ નથી.તે રકમ ગ્રાહકોને બાદમાં ચુકવવી જ પડશે.આ ઉપરાંત લોન પર વ્યાજ પહેલાની જેમ જ ચાલુ રહેશે.આ વ્યાજ મોરાટોરિયમનો સમયગાળો સમાપ્ત થાય બાદ તમારે ચુકવવું પડશે.માઇક્રો ફાઇનાન્સ પર છુટની માંગ કરતા વધુ લોકો એવા છે જે કડી બજાર સાથે જોડાયેલા છે,ટેલરીંગ કરે છે તેમજ વાવે અને લણવાના કાર્યો સાથે જોડાયેલા છે.

Share Now