મહારાષ્ટ્ર ડીઝીઝ સર્વિલન્સ ઓફિસર ડો. પ્રદીપ આવટેનો સનસનીખેજ ખુલાસો : કોમ્યુનિટી ટ્રાન્સમિશનના મળ્યા પુરાવા

342

– વાસ્તવિક સ્થિતિ જાણવા દરેક કેસના ઉંડા અભ્યાસની જરૂર છે : મુંબઈના કેસ ઝડપથી વધી રહ્યા છેઃ જેની પાછળ જનસંખ્યા ઘનત્વ વધુ છે : પ્રતિ વર્ગ કિ.મી. ૨૦,૦૦૦ લોકો રહે છે : મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ ૮૩૨ લોકોના મોત થયા છે

મુંબઈ,તા. ૧૧ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સંખ્યા વધીને ૨૨૦૦૦ની ઉપર ચાલી ગઈ છે.આ દરમિયાન મહારાષ્ટ્ર ડીઝીઝ સર્વિલન્સ ઓફિસર ડો. પ્રદીપ આવટેએ જણાવ્યુ છે કે મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં કોરોનાના કોમ્યુનિટી ટ્રાન્સમિશન (સામુદાયિક પ્રસાર જેને થર્ડ સ્ટેજના નામથી પણ ઓળખવામાં આવે છે)ના કેટલાક પુરાવા મળ્યા છે.જો કે રાજ્યમાં સમગ્ર તસ્વીર કલસ્ટર મામલાઓની છે.

ડો. આવટેએ જણાવ્યુ છે કે અમે મુંબઈ અને મહારાષ્ટ્રમા કોરોના વાયરસના કલસ્ટર કેસ મળી રહ્યા છે.ફકત મુંબઈ જ નહિ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ કોરોનાના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના પુરાવાઓ મળ્યા છે પરંતુ સંપૂર્ણ પરિપેક્ષ કલસ્ટર કેસોનું જ છે.દેશના આર્થિક પાટનગર મુંબઈમાં કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યા વધી રહી છે તે અંગે ડો.આવટેએ કહ્યુ હતુ કે મુંબઈનો કેસ દેશના બીજા ભાગની તુલનામાં ઘણો અલગ છે.અહીં જનસંખ્યાનું ઘનત્વ વધુ છે અને વિશિષ્ટ સામાજિક-આર્થિક મહત્વ છે.તેમણે કહ્યુ હતુ કે મુંબઈ ફકત મહારાષ્ટ્રની રાજધાની છે એટલુ જ નહિ તેનુ સામાજિક અને આર્થિક સ્થાન પણ દેશના બીજા મેટ્રો કરતા અલગ છે.અહીં પ્રતિ વર્ગ કિ.મી.માં ૨૦,૦૦૦ લોકો રહે છે.આજ કારણે મુંબઈમાં સૌથી વધુ કેસ મળી રહ્યા છે.

સામુદાયિક પ્રસારને લઈને ડો.આવટેએ પ્રત્યેક કેસના ઉંડા વિશ્લેષણની જરૂરીયાત દર્શાવી હતી.તેમણે કહ્યુ હતુ કે આપણે દરેક કેસમાં લીંક શોધવાની છે, યાત્રાનો ઈતિહાસ,કોઈ અન્યના સંપર્કમાં આવવુ અને ઘણુ બધું મહારાષ્ટ્રમાં ૮૩૨ના મોત થયા છે અને ૨૨૦૦૦ કેસ મળ્યા છે.તેમણે કહ્યુ હતુ કે સમગ્ર રાજ્યની સ્થિતિ કોમ્યુનિટી ટ્રાન્સમિશનની નથી.કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો અર્થ એ છે કે કોઈ વ્યકિતને સંક્રમણ કેવી રીતે થયુ ? તે જાણી શકાતુ નથી. જે લોકો સંક્રમિત વિસ્તાર કે સંક્રમિત લોકોના સંપર્કમાં ન આવ્યા હોય તેમા પણ સંક્રમણ જણાય છે.આનાથી સંકેત મળે છે કે એવા અનેક સંક્રમિત લોકો ફરે છે જેમની ઓળખ થઈ નથી અને તેઓ બીજા લોકોમાં વાયરસ ફેલાવી રહ્યા છે.આ ચરણમાં કેસ ઘણા વધે છે અને તે મહામારીનુ સ્વરૂપ લ્યે છે.

Share Now