ઈરાને ભૂલથી પોતાના જ યુદ્ધ જહાજ પર મિસાઈલ હુમલો કર્યો, 19ના મોત

292

– અગાઉ ઈરાને ભૂલથી યુક્રેનના યાત્રી વિમાન પર હુમલો કર્યો હતો જેમાં 176 લોકોના મોત થયા હતા

તેહરાન : ઓમાનની ખીણમાં સૈન્ય અભ્યાસ દરમિયાન ઈરાને ભૂલથી એક યુદ્ધ જહાજ પર મિસાઈલ હુમલો કર્યો છે.આ હુમલોમાં 19 નૌસૈનિકોના મોત થઈ ગયા છે જ્યારે અન્ય કેટલાક લોકોના મોત થયા છે.ઈરાનની સરકારી ચેનલના ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે,આ દુર્ઘટના રવિવારે તેહરાનથી દક્ષિણ પૂર્વમાં જસ્ક પોર્ટ પાસે બની હતી.

જે યુદ્ધ જહાજ પર મિસાઈલ હુમલો થયો છે તે હેંડિજન-ક્લાસ સપોર્ટ શિપ કોનારક હતી.ઈરાની મીડિયાએ આને એક માનવ ભૂલ ગણાવતા કહ્યું- આ શિપ મિસાઈલના લક્ષ્યની ખૂબ જ નજીક હતી.રિપોર્ટ મુજબ,આઈઆરજીસીની મિસાઈલ સમય સુધી પહેલા છોડી દીધી હતી ત્યાં સુધી કોનારક લક્ષ્ય સુધી દૂર પહોંચી શકી નથી.સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં જોવા મળે છે કે,ઈજાગ્રસ્ત લોકોને એમ્બુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.જાન્યુઆરીઓમાં આઈઆરજીસીએ ભૂલથી તેહરાનની પાસે યુક્રેનના એક યાત્રી વિમાન પર મિસાઈલ હુમલો કર્યો હતો.આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 176 લોકોના મોત થયા હતા.

Share Now