અમેરિકન સંશોધનકર્તાઓએ એક નવા અભ્યાસમાં ધારણા વ્યક્ત કરી છે કે,કોરોના વાયરસ રોગચાળાનો કહેર આગામી 18થી 24 મહિના સુધી રહેશે. તેમણે દુનિયાભરની સરકારોને ચેતવણી આપી છે કે,આગામી બે વર્ષ સુધી આ રોગચાળો સમયે-સમયે ફરી ઊથલો મારશે.અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીમાં સેન્ટર ફોર ઇન્ફેક્શિયસ ડિસીઝ રિસર્ચ એન્ડ પોલિસી તરફથી ‘કોવિડ-19 વ્યૂપોઇન્ટ’ નામની હાથ ધરવામાં આવેલો આ અભ્યાસ ઇન્ફ્લુએન્ઝા રોગચાળાની અગાઉની પેટર્ન પર આધારિત છે.ચાર સંશોધકોએ આ અભ્યાસ તૈયાર કર્યો છે.સંશોધકોએ અભ્યાસમાં દાવો કર્યો છે કે, ઇન્ફ્લુએન્ઝા વાયરસ અને કોવિડ-19 વાયરસ વચ્ચે ફરક હોવા છતાં ઘણી સમાનતાઓ છે.
કોવિડ-19 રોગચાળા વિશે કેટલીક ધારણાઓ
ઇન્ફ્લુએન્ઝા અને કોરોનાવાયરસ બંને મુખ્યત્વે શ્વસનનળીમાંથી શરીરમાં ફેલાય છે. બંને વાયરસ કોઈ પણ પ્રકારનાં ચિહ્નો પ્રકટ કર્યા વિના પણ મનુષ્યનાં શરીરમાં રહે છે.બંને વાયરસ લાખો લોકોને સંક્રમિત કરવા અને દુનિયાભરમાં ઝડપથી ફેલાવવા માટે સક્ષમ છે.એટલું જ નહીં બંને નોવેલ વાયરલ પેથોજન્સ છે.સંશોધકોએ અભ્યાસમાં જણાવ્યું છે કે,રોગચાળાના વિજ્ઞાનમાં કોવિડ-19 અને ઇન્ફ્લુએન્ઝામાં મહત્ત્વપૂર્ણ સમાનતાઓ અને ફરકની ઓળખ કરીને કોવિડ-19 રોગચાળા વિશે કેટલીક ધારણાઓ બાંધી શકાય છે.અગાઉના રોગચાળાઓને આધારે સંશોધનકર્તાઓએ નોવેલ કોરોનાવયરસ માટે ત્રણ ધારણાઓ રજૂ કરી છે. જોકે તેઓ કોવિડ-19ને વધારે ખતરનાક ગણાવે છે.
શિયાળામાં ફરી આ રોગ ઊથલો મારશે
નોવેલ કોરોનાવાયરસનો ઇન્ક્યુબેશન પીરિયડ ઇન્ફ્લુએન્ઝાથી વધારે છે. કોરોનાવાયરસનો મૂળભૂત રિપ્રોડક્શન દર પણ ઇન્ફ્લુએન્ઝા રોગચાળાથી વધારે છે.વળી અગાઉના રોગચાળામાં શિયાળો કે ઉનાળા જેવી ઋતુઓની વધારે અસર થઈ નથી.પહેલી ધારણા મુજબ, હાલ કોવિડ-19નો મોટો તબક્કો આવ્યા પછી ઉનાળામાં નાનાં-નાનાં તબક્કા આવશે.આ ક્રમ 1થી 2 વર્ષ સુધી ચાલશે. આ તબક્કાનો આધાર કેટલાંક સ્થાનિક પરિબળો,ભૂગોળ અને નિવારણ માટે ઉઠાવવામાં આવતા પગલાં પર આધારિત હશે.
સંપૂર્ણપણે બંધ થઈ જશે
બીજી ધારણા મુજબ, શિયાળામાં ફરી મોટો તબક્કો આવશે. પછી આગામી વર્ષ એક કે વધારે નાનાં તબક્કા આવવાનું અનુમાન છે. ત્રીજી ધારણા મુજબ,પ્રથમ તબક્કો પૂરો થયા પછી સંક્રમણ અને કેસોની સંખ્યા ધીમે ધીમે ઓછી થશે અને પછી સંપૂર્ણપણે બંધ થઈ જશે.સંશોધકોએ બીજા તબક્કાને એટલે કે શિયાળામાં ફરી આ રોગ ઊથલો મારશે,તો વધારે ખરાબ સ્વરૂપ સામે આવશે એવી ચેતવણી દુનિયાભરની સરકારોને આપી છે.
1900 બાદ દુનિયામાં આવી 4 ઇન્ફ્લુએન્ઝા મહામારી
આને 4 લોકોએ મળીને તૈયાર કરી છે.તેમના નામ છે – ડૉ. ક્રિસ્ટીન એ મૂર (મેડિકલ ડાયરેક્ટર CIDRAP), ડૉ. માર્ક લિપ્સિઝ (ડાયરેક્ટર, સેન્ટર ફૉર કોમ્યૂનિકેબલ ડિસીઝ ડાયનામિક્સ, હાવર્ડ ટીએચ ચાન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ) અને માઇકલ ટી-ઓસ્ટરહોમ (ડાયરેક્ટર, CIDRAP). વર્ષ 1700ની શરુઆત બાદ દુનિયાભરનાં 8 ઇન્ફ્લુએન્ઝા મહામારી જોવા મળી.આમાંથી 4 તો 1900 બાદ આવી. 1900-1919, 1957, 1968 અને 2009-10માં. રિસચર્સનો તર્ક છે કે પ્રકૃતિથી વર્તમાન SARS-CoV-2ની પ્રકૃતિ ઘણી અલગ છે.
ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ-19ની વચ્ચે ઘણી સમાનતાઓ
સ્ટડી પ્રમાણે અત્યારે કોરોના વાયરસનાં પૈથોઝેન્સને જોતા તેને લઇને પૂર્વાનુમાન ના લગાવી શકાય.ઇન્ફ્લુએન્ઝા વાયરસ અને કોવિડ-19 વાયરસની વચ્ચે અંતર હોવા છતા ઘણી સમાનતાઓ છે,જેને વૈજ્ઞાનિકો પણ માને છે.બંને મુખ્ય રીતે શ્વાસનળી દ્વારા ફેલાય છે.બંને લાખો લોકોને સંક્રમિત કરવા અને દુનિયાભરમાં ઝડપથી ફેલવામાં સક્ષમ છે.બંને નોવેલ વાયરલ પૈથોઝન્સ છે.
કોવિડ-19 મોટો ખતરો
સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 અને ઇન્ફ્લુએન્ઝાની એપિડેમિયોલોજીમાં મહત્વની સમાનતાઓ અને વિભિન્નતાઓની ઓળખથી કોવિડ-19 મહામારીનાં કેટલાક સંભવિત પરિદ્રશ્યોનું અનુમાન લગાવવામાં આવી શકે છે.ગત મહામારીઓનાં આધાર પર શોધકર્તાઓએ નોવેલ કોરોના વાયરસ માટે ત્રણ સંભવિત પરિદ્રશ્યોનું અનુમાન લગાવ્યું છે.જો કે તે બંને મહત્વનાં અંતર તરફ પણ ધ્યાન દોરે છે જે કોવિડ-19ને મોટો ખતરો ગણાવે છે.