વડાપ્રધાન મોદીએ ગઈકાલે જ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી હતી અને દેશમાં લોકડાઉનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ આજે પીએમ ઓફિસ તરફથી ટ્વીટ કરી જણાવાયું છે કે આજે રાત્રે 8 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધશે.આજના સંબોધનમાં વડાપ્રધાન મોદી 17મી મે પછી લોકડાઉનની સ્થિતિ દેશમાં શું હશે તે અંગે મહત્વની ઘોષણા કરી શકે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશને ફરીથી સંબોધિત કરશે. દેશમાં કોરોના મહામારીના સંક્રમણને ફેલાતું રોકવા માટે ચાલી રહેલા લોકડાઉન 3.0ની વચ્ચે પીએમ કોઇ મોટી જાહેરાત કરી શકે છે.લોકડાઉન 3.0 પછી પણ દેશના કેટલાંય ભાગોમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે.માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આજે રાત્રે સંબોધનમાં દેશમાં ફરીથી લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે.આની પહેલાં સોમવારના રોજ પીએમ મોદીએ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી.
5 રાજ્યોના મુખ્યમંત્રી લોકડાઉન વધારવા માંગ કરી છે
મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ અને બંગાળના સીએમઓએ પીએમ મોદી પાસે લોકડાઉન વધારવા માંગ કરી છે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ લોકડાઉન વધારવાની માંગ કરી છે.તેમણે કહ્યું કે લોકડાઉન વધાર્યા વગર આગળ વધવું શક્ય નથી.તેલંગણા CMએ લોકડાઉન વધારવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે પેસેન્જર ટ્રેન ચલાવીને કોરોના સંક્રમણનું જોખમ છે.આ સાથે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું હતું કે રેડ ઝોનને ગ્રીન ઝોનમાં જવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે લોકડાઉન વધારાનું સમર્થન કર્યું છે.તેમણે કહ્યું કે લોકોના જીવ બચાવવા જરૂરી છે,ત્રણ મહિના માટે આર્થિક સહાય આપવી જોઈએ. કેપ્ટન અમરિન્દરે કહ્યું કે પરીક્ષણ માટે રણનીતિ બનાવવી જોઈએ