લોકડાઉન 4.0 : વધુ છૂટછાટ-નવા નિયમ સાથે પીએમ મોદી આજે કરી શકે છે આ મોટા એલાન

296

કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર દેશને સંબોધન કરશે.PM રાત્રે 8 વાગે રાષ્ટ્રજોગ સંદેશ આપશે.સરકાર તરફથી કોરોનાને રોકવા માટે જે પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે તે અંગે માહિતી આપશે.તો આ દરમિયાન લોકડાઉન પર પણ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.

સૂત્રોનું માનીએ તો PM મોદી આજે લોકડાઉનના ચોથા તબક્કાનું એલાન કરી શકે છે.આ તબક્કામાં લોકોને વધુ છૂટછાટ આપવામાં આવી શકે છે. સાથે જ PM મોદી લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે પણ અપીલ કરી શકે છે.ઉલ્લેખનીય છે કે ગઈકાલે PM મોદીએ અનેક મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી.જેમાં મુખ્યમંત્રીઓ લોકડાઉન વધારવાના મતમાં હતા. મુખ્યમંત્રીઓએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PM સાથે વાતચીત કરી હતી.અને આ વાતચીત બાદ PM હવે દેશને સંબોધન કરવાના છે.અને આ સંબોધન પર સૌ કોઈની નજર છે.આ ઉપરાંત દેશની આર્થિક સ્થિતિને સુધારવા અંગે પણ PM કોઈ નવી જાહેરાતો કરી શકે છે.જો કે આર્થિક પડકાર પણ ચર્ચાને લઇને મોટો વિષય છે.કારણ કે રાજ્ય સરકાર સતત તિજોરી ખાલી થવાની વાત સાથે કેન્દ્ર સરકાર પાસે રાહત પેકેજની ડિમાન્ડ કરી રહી છે.એવામાં એ વાતની શક્યતા સામે આવી રહી છે કે લોકડાઉન 4.0માં વધારે છૂટ આપવામાં આવી શકે છે.કારણ કે સોમવારે યોજાયેલી મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ નવુ સૂત્ર જાન સાથે જહાનનું પણ વિચારવું પડશે.તેથી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે વધુ છૂટછાટ આપી લોકડાઉનને આગળ વધારી શકાય છે.

આ સાથે જ પીએમ મોદી શ્રમિકોને લઇને પોતાનુ વલણ સ્પષ્ટ કરી શકે છે.સૂત્રોને પાસેથી મળતી જાણકારી મુજબ પીએમ મોદી શ્રમિકોની સ્થિતિને લઇને ખૂબ ચિંતિત છે, તેથી આજના સંબોધનમાં તેઓ તેમના સ્થાન પર રહેવા અપીલ પણ કરી શકે છે.તે સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જનતાને જાણકારી આપી શકે છે કે લોકડાઉનમાં રાહત હોવા છતાં,બચાવની દરેક પદ્ધતિ અપનાવવી પડશે,કારણ કે કોરોનાથી બચવાનો આ એકમાત્ર રસ્તો છે.પીએમ મોદીનો મત આ વાતને લઇને સ્પષ્ટ છે કે કોરોના ના બચાવમાં સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે.પરંતુ 25 માર્ચથી દેશના લોકો ઘરમાં બંધ છે. એવામાં પીએમ મોદી જનતાની સાથે કોરોનાની સાથે જીવવા અને તેને હરાવાને લઇને અપીલ પણ કરી શકે છે.

કોરોના વાયરસ અને લોકડાઉનના મુદ્દે મુખ્યમંત્રીઓ સાથે મેરાથન બેઠક કર્યા બાજ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનું સંબોધન કરશે.પીએમ મોદી રાતે 8 વાગ્યે દેશનું સંબોધન કરશે.પીએમ મોદીના આ સંબોધનની લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે કારણ કે દરેકના મનમાં સવાલ છે કે મોદી લોકડાઉનને લઇને શું એલાન કરશે.

લોકડાઉન વધશે?

સૂત્રોએ જણાવ્યા અનુસાર, માનવામાં આવી રહ્યું છે કે 17 મે બાદ પણ લોકડાઉન લંબાવવામાં આવી શકે છે.એટલે કે ભારત લોકડાઉન 4.0માં એન્ટ્રી કરી શકે છે.સોમવારે પીએમ મોદી સાથે બેઠક દરમિયાન પણ મોટાભાગના મુખ્યમંત્રીઓનો પણ તે જ મત હતો કે કોરોના વાયરસને હરાવવા માટે લોકડાઉન જરૂરી છે.

જો કે આર્થિક પડકારો પણ ચર્ચાનું મોટુ કેન્દ્ર છે.કારણ કે રાજ્ય સરકારો સતત ખજાનો ખાલી થવાની વાત કરીને કેન્દ્ર પાસે રાહત પેકેજની માગ કરી રહી છે.તેવામાં તે વાતની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે લોકડાઉન 4.0માં વધુ છૂટ આપવામાં આવી શકે છે. કારણ કે સોમવારની બેઠકમાં પણ પીએમ મોદીએ કહ્યું હતું કે ‘જાન સાથે જહાન’નું પણ વિચારવુ પડશે. પરિણામે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે અને વધુ છૂટ આપીને લોકડાઉન લંબાવવામાં આવી શકે છે.

મજૂરોની સ્થિતિને લઇને ચિંતિત પીએમ મોદી

સાથે જ પીએમ મોદી મજૂરોને લઇને પણ પોતાનો અભિપ્રાય રજૂ કરી શકે છે.જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી મજૂરોની સ્થિતિને લઇ ચિંતિત છે,પરિણામે આજના સંબોધનમાં તેઓ તેમને પોતાના સ્થાને જ રહેવાની અપીલ કરી શકે છે.

પીએમ મોદી કરી શકે છે આ અપીલ

આ ઉપરાંત પીએમ મોદી દેશની જનતાને તે પણ જાણકારી આપી શકે છે કે લોકડાઉનમાં રાહત આપવા છતાં બચાવની દરેક રીત અપનાવવી પડશે કારણ કે કોરોનાથી બચવાનો આ જ એક માર્ગ છે પીએમ મોદીનો મત આ વાતને લઇને બિલકુલ સ્પષ્ટ છે કે કોરોનાથી બચાવમાં સામાજિક અંતર જ જરૂરી છે. પરંતુ 25 માર્ચથી દેશના લોકો ઘરોમાં કેદ છે,તેવામાં પીએમ મોદી જનતાને કોરોના સાથે જીવવા અને તેને હરાવવાની અપીલ પણ કરી શકે છે.

મળી શકે છે વધુ છૂટછાટ

જણવી દઇએ કે 3 મેએ લોકડાઉનનું બીજુ ચરણ પૂરુ થયા બાદ ત્રીજા ચરણમાં કેટલીક રાહત પણ આપવામાં આવી છે. મહેસૂલ માટે દારૂના વેચાણને મંજૂરી આપવામાં આવી છે.ગ્રામીણ વિસ્તારોમાં કેટલાંક ઉદ્યોગ-ધંધાને પણ છૂટ આપી દેવામાં આવી છે.સાથે જ કેટલીક ઑફિસોને શરતો સાથે ખોલવાની મંજૂરી પણ આપવામાં આવી છે.પરંતુ દેશનો મોટાભાગનો હિસ્સો 50 દિવસથી ઘરોમાં કેદ છે,તેવામાં જનતાને વિશ્વાસ અપાવીને પીએમ મોદી આજે દેશ સામે ધીરે ધીરે સ્થિતિ સુધરવાની પણ વાત કરી શકે છે અને લોકોને સંયમ જાળવવાની અપીલ કરી શકે છે.

Share Now