ભારતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે આસામમાં આફ્રિકન સ્વાઈન ફ્લૂનો કહેર ચાલુ થયો છે.અત્યાર સુધીમાં10 જિલ્લામાં 14,000 થી વધુ ડુક્કરને અસર થઈ છે.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ડુક્કરના શબને ઊંડાણમાં દફનાવવા સલાહ આપવામાં આવી છે.બીજી તરફ વસ્તીવાળા વિસ્તારમાં ડુક્કરને પ્રવેશતા અટકાવવા કેનાલ ખોદવામાં આવી છે. રાજ્યના પશુપાલન પ્રધાન અતુલ બોરાએ જણાવ્યું હતું કે,આફ્રિકન સ્વાઈન ફ્લૂના ચેપને કારણે 10 જિલ્લામાં અત્યાર સુધીમાં 14,465 ડુક્કરોના મોત થયા છે.
ડુક્કરના શબને ઊંડાણમાં દફનાવો
રાજ્ય સરકાર ચેપને રોકવા માટે તમામ શક્ય પગલા લઈ રહી છે.તેમણે જણાવ્યું હતું કે રાજ્ય ખેડૂતોને સલાહ આપી રહ્યું છે ચેપને રોકવા માટે ડુક્કરના શબને ઊંડાણમાં દફનાવો. એએસએફ આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રથમ વખત આસામમાં દેખાયો હતો.રાજ્ય સરકારના પ્રવક્તાએ કહ્યું,આ ચેપ છ જિલ્લાઓથી વધુ 3 જિલ્લાઓ માજુલી,ગોલાઘાટ અને કામરૂપ મહાનગરોમાં વિસ્તારોમાં ફેલાયો છે.શરૂઆતમાં રાજ્યના 6 જિલ્લાઓ ડીબ્રુગઢ, શિવસાગર, જોરહાટ, ધેમાજી, લખીમપુર અને વિશ્વનાથ જિલ્લાઓમાં સંક્રમ મસામે આવ્યું હતું.આસામના પશુપાલન અને પશુચિકિત્સા પ્રધાન અતુલ બોરાએ કાજીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી અને જંગલી ડુક્કરને જીવલેણ રોગથી બચાવવા માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરી હતી.
બે કિલોમીટર લાંબી કેનાલ ખોદવામાં આવી
તેમણે જણાવ્યું હતું કે,આગોરાટોલી રેન્જમાં છ ફૂટ ઊંડા અને બે કિલોમીટર લાંબી કેનાલ ખોદવામાં આવી છે,જેથી જંગલી ડુક્કરો નજીકના ગામોથી પાછા આવી શકે અને ઘરેલું સુઅર પાર્કમાં પ્રવેશ ન કરી શકે.બોરાએ કહ્યું કે રાજ્ય પરિસ્થિતિ અંગે નિયમિતરૂપે કેન્દ્રને માહિતી આપતું રહે છે.અગાઉ, આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે પશુચિકિત્સા અને વનીકરણ વિભાગના અધિકારીઓને પ્રાણીઓને રોગથી બચાવવા ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઈસીએઆર) ના નેશનલ સેન્ટર ફોર પિગ રિસર્ચ (એનપીઆરસી) સાથે મળીને કામ કરવા આદેશ આપ્યો હતો.
રાજ્યમાં ડુક્કરોની સંખ્યા 21 લાખ
બોરાએ જણાવ્યું હતું કે,વિભાગ દ્વારા 2019 ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં ડુક્કરોની સંખ્યા 21 લાખ હતી,જે વધીને 30 લાખ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે કેન્દ્રની મંજૂરી હોવા છતાં,રાજ્ય સરકારે પિગને તાત્કાલિક ન મારવાનો નિર્ણય લીધો છે અને રોગનો ફેલાવો રોકવા માટે વિકલ્પ પસંદ કર્યો છે.