વૈજ્ઞાનિકોનો દાવો : માસ્કનના વૈજ્ઞાનિક મોડલથી 80 ટકા કોરોના કેસ ઘટશે

276

નવી દિલ્હી : તાજેતરમાં એક વૈજ્ઞાનિક સ્ટડીનો દાવો છે કે એક ખાસ ઉપાયયથી કોરોના વાયરસથી 80 ટકા કેસ ઓછા કરી શકાય છે.વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે વાયરસનો સામનો કરવા માટે અનેક નવા મોડલોનો પ્રયોગ કરે છે.જેમાંથી એક વસ્તુને તેમણે સૌથી વધારે અસરકારક માન્યો છે. આ સમયે આખી દુનિયા લોકડાઉન ખોલવા તરફ ધીમે ધીમે આગળ વધી રહી છે.આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોએ દાવો લોકો માટે સૌથી વધારે કારગર સાબિત થશે.

નવા આંકડા પ્રમાણે ઈતિહાસ અને વિજ્ઞાન કોરોનાના પ્રસારને રોકવા માટે એક જ વાત માટે સમહત છે.એ છે કે માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખવું. NBC News રિપોર્ટ પ્રમાણે વાયરસ સામે માસ્કની પ્રભાવશીલતા ઉપર ખૂબ જ ચર્ચા થયા બાદ અંતે વ્હાઈટ હાઉસે પણ પોતાના કર્મચારીઓને માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે કામ કરી રહેલા અન્ય નેતા પહેલા પણ માસ્ક પહેરી રહ્યા હતા.

આ સ્ટડી કેલિફોર્નિયા યૂનિવર્સિટીના આતંરરાષ્ટ્રીય કમ્પ્યુટર વિજ્ઞાન સંસ્થાન અને હોંગકોંગના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિશ્વવિદ્યાલયના રિસર્ચ અને વૈજ્ઞાનિક મોડલ ઉપર આધારિત છે.સ્ટડીના પ્રમુખ શોધકર્તા ડોક્ટર ડેકાઈ વૂના કહેવા પ્રમાણે માસ્કની અનિવાર્યતાનો આધાર વૈજ્ઞાનિક મોડલ અને જરૂરિયાત છે.પ્રમાણે 6 માર્ચે જાપાનમાં કોરોના વાયરસના કારણે માત્ર 21 લોકોના મોત થયા છે.એ દિવસે અમેરિકામાં કોરોનાથી 2129 લોકોના મોત થયા હતા.જે જાપાનમાં થયેલા મોતથી 10 ગણા વધારે છે.અમેરિકા લોકાડઉન ખોલવાની તૈયારીમાં છે જ્યારે જાપાનમાં ક્યારેય આ પ્રકારનું લોકડાઉન લાગ્યું જ નથી.જાપાનમાં હવે નવા કેસ ખૂબ જ ઓછા આવી રહ્યા છે જ્યારે આખી દુનિયામાં કોરોનાના કેસો વધી રહ્યા છે.આવું એટલા માટે થાય છે કે જાપાનમાં માસ્ક પહેરવાનું કલ્ચર પહેલાથી જ છે. અર્થશાસ્ત્રી અને આ સ્ટડીમાં સહયોગ કરનાર પેરિસના ઈકોલે ડે ગુએરના કહેવા પ્રમાણે માત્ર માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગ જ એવી વસ્તુ છે જે કોરોનાથી બચવા માટે કામ કરી શકે છે.આંતરરાષ્ટ્રીય પત્રિકા વૈનિટી ફેયરે પોતાના એક લેખમાં લખ્યું છે કે જ્યાં સુધી કોરોના વેક્સીન બની જાય ત્યાં સુધી માત્ર માસ્ક જ બચાવવાનું કામ કરશે.

Share Now