તેલઅવીવ : ભારતના વડાપ્રધાન મોદીના નજીકના ગણાતા નેતન્યાહુ પાંચમી વખત ઈઝરાઈલના વડાપ્રધાન બનશે.ભ્રષ્ટાચારના આરોપ અને ત્રણવાર ચૂંટણીમાં બહુમતિ ન મળવા છતા તેઓએ અન્ય પાર્ટી સાથે ગઠબંધન કરીને પીએમ પદ મેળવી લીધું છે.તેઓએ વિપક્ષી નેતા બેની ગાંત્ઝ સાતે હાથ મેળવ્યો છે.બીબીસી સાથે વાતચીતમાં ઈઝરાયલના રાજનીતિક વિશ્લેષક યોહાનન પ્લેસનેરે આ ડીલને લોકતાંત્રિક યુદ્ધવિરામ ગણાવી છે.નેતન્યાહૂ અને પ્રધાનમંત્રી મોદીની પર્સનલ કેમિસ્ટ્રી ઘણી મજબૂત મનાય છે.બેની ગાંત્ઝ પણ ઘણીવાર ભારતને મજબૂત લોકતંત્ર અને ઉભરતી તાકાત ગણાવી ચૂક્યા છે.બન્ને નેતા કહી રહ્યા છે કે કોરોના સંકટ વચ્ચે દેશને સ્થિર સરકારની જરૂર છે.એક વર્ષમાં ત્રણવાર સામાન્ય ચૂંટણી થઈ ચૂકી છે.બે ગઠબંધન હતા.નેતન્યાહૂની લિકુડ પાર્ટી અને ગાંત્ઝની બ્લુ એન્ડ વ્હાઈટ પાર્ટીમાંથી કોઈને સ્પષ્ટ બહુમતિ મળી ન હતી.હવે બન્ને સાથે મળીને સરકાર બનાવી રહ્યા છે.નેતન્યાહૂ કુલ પાંચમીવાર અને સતત ચોથીવાર ઈઝરાયલના પ્રધાનમંત્રી બનશે.