કૌભાંડ : મેચ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલાના જામીન વિરુદ્ધ SCએ નોટિસ ફટકારી

262

સુપ્રીમ કોર્ટે ક્રિકેટ મેચ ફિક્સિંગના સૌથી મોટા કૌભાંડો પૈકીના એક આરોપી કથિત બુકી સંજીવ ચાવલાને જામીન આપવાના નિર્ણય સામે દાખલ કરેલી અરજી પર બુધવારે નોટિસ ફટકારી છે. સંજીવ ચાવલાને જામીન આપવાના દિલ્હી હાઈકોર્ટને 6 મેના રોજ આપેલા નિર્ણયને દિલ્હી પોલીસે પડકાર્યો હતો.
સંજીવ ચાવલા 5 મેચના ફિક્સિંગનો આરોપી છે.તેને નીચલી કોર્ટે 2 લાખ ઉપરાંત વધુ 2-2 લાખના જામીન દારની શરત સાથે જામીન આપ્યા હતા
પોલીસે તેના જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા.ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ એલ નાગેશ્વર રાવની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોલીસની અપીલ સાંભળ્યા બાદ આરોપી સંજીવ ચાવલાને નોટિસ ફટકારી છે.દિલ્હી હાઈકોર્ટે ચાવલાને જામીન આપવા ટ્રાયલ કોર્ટના આદેશને માન્ય રાખ્યો છે.નોટિસ ફટકારતી વખતે બેંચે બે અઠવાડિયામાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે.આ વર્ષે ફેબ્રુઆરીમાં લંડનથી પ્રત્યાર્પણ કરાયેલા ચાવલાને 30 એપ્રિલના રોજ ટ્રાયલ કોર્ટે આદેશ આપ્યો હતો કે તે રૂ.બે લાખનું વ્યક્તિગત બોન્ડ અને આટલી જ રકમની બે જામીન બાંયધરી આપે.પોલીસના જણાવ્યા મુજબ,ચાવલા પાંચ મેચેના ફિક્સિંગમાં કથિત રીતે સંડોવાયેલો હતો અને તેમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના તત્કાલીન કેપ્ટન હંસી ક્રોંન્યેનો પણ સમાવેશ થયો હતો.2002 માં વિમાન દુર્ઘટનામાં ક્રોંન્જેનું મોત નીપજ્યું હતું.

Share Now