ભારતની જેલમાં ઉંદરોનું જોખમ,વોન્ટેડ નીરવ મોદીએ રજૂ કર્યું વધુ એક બહાનું

269

નવી દિલ્હી : લંડનની યુકેની કોર્ટમાં બેંકો સાથે છેતરપિંડીના મામલે ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની પ્રત્યાર્પણની કાર્યવાહી યુકેની એક અદાલતમાં ચાલી રહી છે.નીરવ મોદીના વકીલે અગાઉ માનસિક સ્વાસ્થ્યનું બહાનું બનાવીને મુંબઈની આર્થર રોડ જેલમાં માનસિક રોગોના ડોક્ટર ન હોવાની દલીલ રજૂ કરી હતી.હવે નવો અભિગમ અપનાવતા નીરવના વકીલે દલીલ કરી છે કે,તેમને આર્થર રોડ જેલના ઉંદરોથી જોખમ છે.

સુનાવણી દરમિયાન નીરવ મોદીના વકીલે કોર્ટમાં કહ્યું કે, મુંબઈની આર્થર રોડ જેલમાં વધુ ઉંદરો અને જીવજંતુઓ છે.કેદીઓ માટે કોઈ ગોપનીયતા નથી.નીરવના વકીલે પણ દલીલ કરી હતી કે જો તેમને આર્થર રોડ જેલમાં રાખવામાં આવે તો તે તેના માનવાધિકારનું ઉલ્લંઘન હશે.વકીલે દલીલ કરી હતી કે જેલ પરિસરમાં ડ્રેનેઝ લાઇન્સ છે અને નજીકમાં એક ઝૂંપડપટ્ટી પણ છે,ત્યાં ખૂબ અવાજ થાય છે.ભારતીય એજન્સીઓ વતી કહેવામાં આવ્યું હતું કે,નીરવ મોદીને પ્રત્યાર્પણ પછી આર્થર રોડ જેલના બેરેક નંબર 12 માં મૂકવામાં આવશે.તે ખાસ આર્થિક ગુનાથી સંબંધિત ગુનેગારો માટે બનાવવામાં આવી છે.ભારતીય એજન્સીઓ દ્વારા આર્થર રોડ જેલનો વીડિયો પણ કોર્ટમાં રજૂ કરાયો હતો,જેમાં ઉંદરો જોવા મળતા નથી.

બેરેકની પાસે ખુલ્લી ડ્રેનેઝ લાઈન પણ નથી બેરેકમાં દરેક કેદી માટે પુષ્કળ જગ્યા પણ છે.બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસને આર્થર રોડ જેલ અંગે એક નવો અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું.આર્થર રોડ જેલનો આ અહેવાલ સપ્ટેમ્બરમાં સુનાવણી માટે લેવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે,અગાઉ વકીલે કહ્યું હતું કે નીરવ મોદીની માનસિક તબિયત સારી નથી.પ્રત્યાર્પણનો વિરોધ કરતા નીરવ મોદીના વકીલે કહ્યું કે,મુંબઈની આર્થર રોડ જેલમાં કોઈ માનસ ચિકિત્સકો નથી.નોંધનીય છે કે,નીરવ મોદી ભારતની બેંકોમાંથી હજારો કરોડની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ છે.લંડન કોર્ટ તેના બ્રિટનથી ભારત પ્રત્યાર્પણના કેસની સુનાવણી કરી રહી છે.

Share Now