વોશિંગટન : કોરોના વાઇરસ મુદ્દે સમગ્ર વિશ્વને અંધારામાં રાખવા બદલ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન વિરુદ્ધ કડક પગલાં લેવાની ચીમકીઓ એક કરતા વધુ વખત આપી ચુક્યા છે.તાજેતરમાં તેમણે રોષ ઠાલવતા જણાવ્યું છે કે હું ચીનના પ્રેસિડન્ટ જિનપિંગ સાથે વાત કરવા પણ રાજી નથી એટલુંજ નહીં ચીન સાથેના વ્વસાયિક સબંધો તોડી નાખતા પણ નહીં અચકાઉં.ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમેરિકાના સત્તાધીશોએ જણાવ્યા મુજબ કોરોના વાઇરસ ચીનની લેબમાં તૈયાર કરાયો છે.જેણે સમગ્ર વિશ્વને મોતના ભરડામાં લઇ લીધું છે.અને તે માટે ચીને તેની અકીલા કિંમત ચૂકવવી જ પડશે.આ સંજોગોમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ચીન પ્રત્યે નારાજગી અને રોષ વ્યક્ત કર્યાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.