ભારતમાં કોરોના સંક્રમણના કેસો ગણતરીના દિવસોમાં 80 હજારને પાર થઈ ગયા છે.ભારતમાં કોરોના સંક્રમણના આંક છેલ્લા 10 દિવસમાં ખૂબજ ઊંચા થયા છે. ભારતમાં સૌથી વધુ સંક્રમણ મહારાષ્ટ્રમાં 27524 થયું છે અને મોતનો આંક પણ 1019ને પાર થયો છે.દેશમાં બીજા નંબરે પહોંચેલા તામિલનાડુમાં પણ સ્થિતિ બહુ ખરાબ રહી છે.તામિલનાડુમાં 30 એપ્રિલ સુધીમાં 2300 જેટલા જ કેસ હતા. અર્થાત છેલ્લા 14 દિવસમાં 7351 કેસ નોંધાયા છે.તામિલનાડુમાં 6 મેના 771 કેસ નોંધાયા હતા. તે પછીથી 11 મેના સૌથી વધારે 798 કેસ નોંધાયા છે.તામિલનાડુમાં આ દરમિયાન 1000 લોકો સાજા પણ થયા છે.તામિલનાડુના 8 મેના 6 હજાર કેસ નોંદાયા હતા. તો 6 દિવસમાં વધુ સાડા ત્રણ હજાર કેસ નોંધાયા છે.
દેશમાં પણ કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે
દેશમાં સૌથી ખરાબ સ્થિતિ આર્થિક નગરી મુંબઈની છે.જ્યાં સૌથી વધારે કેસ નોંધાયા છે.મુંબઈમાં કોરોના સંક્રમણના કેસો 17 હજાર નજીક પહોંચી ગયા છે. મુંબઈમાં 1500થી વધુ કેસ છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યા છે.છેલ્લા 9 દિવસથી સતત 3000 પ્લસ કેસ નોંધાયા છે.આ દિવસો દરમિયાન કુલ પોઝીટીવ કેસનો આંક પણ 32 હજાર ઉપર થયો છે.તો મોતની સંખ્યામાં પણ ભારતમાં સતત વધારો થઈ રહ્યો છે.ભારતમાં દર 31મી વ્યક્તિએ એક કોરોના પોઝીટીવનું મોત થાય છે.62805 કેસ 9 મેના પોઝીટીવ થયા હતા.જે આંક 82 હજારે પહોંચી ગયો હતો.દેશમાં 6 દિવસમાં 20 હજાર કેસ વધવા સામે 11 હજાર લોકો સાજા થયા છે.
ભારતમાં સંક્રમણ અને મોતની સંખ્યા સતત વધી રહી છે
ભારતમાં 9 મેના સાજા થનારની સંખ્યા 19 હજાર હતી 14 મેના આ આંક 28 હજારે પહોંચ્યો છે.છેલ્લા 5 દિવસમાં 11 હજાર લોકો સાજા થયા છે.તો ભારતમાં સંક્રમણ અને મોતની સંખ્યા સતત વધી રહી છે.ભારતમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે તો તામિલનાડુમાં પણ 10 હજાર કેસ થવા આવ્યા છે એ પણ હકિકત છે.તામિલનાડુમાં પણ છેલ્લા 10 દિવસમાં આંકડાઓ સતત ઊંચા રહ્યા છે.