ધોરાજી,તા.૧૬: ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય લલિત વસોયા એ રાજકોટ જિલ્લા કલેકટરને પત્ર પાઠવીને જણાવેલ કે મને હોમ કોરોન્ટાઇન ખોટી રીતે કરવામાં આવ્યો છે.જેમાં રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી હોય તેવું મને લાગે છે વસોયા તેમના પત્રમાં જણાવેલ કે મે તારીખ ૭/૫/૨૦ ના રોજ મારે સુરત થી મારા વિસ્તારના વતન પરત ફરવા માગતા લોકોને અગવડતા પડી રહી છે તેમને મદદરૂપ થવા હુ સુરત જવા માગુ છુ નુ કારણ બતાવી આપશ્રી પાસે મે ઓનલાઈન પરમિશન માંગેલ આપે મને ૨ દિવસ સુરત જવાની પરમિશન આપેલ.હુ સુરત થી નિયત સમય મા પરત ફરેલ ત્યા મે સોશિયલ ડિસ્ટન્સ જાળવેલ નિયમોનુ બરાબર પાલન કરેલ.હુ સુરતથી પરત ફરતા જ મને આપના તંત્ર દ્વારા હોમ કોરોનટાઇન કરી દેવામા આવ્યો.ધ ગુજરાત એકેડેમિક રેગ્યુલેશન ૨૦૨૦થી શંકાસ્પદ ઇસમ ગણી હોમ કોરોનટાઇનનુ પગલુ લેવામા આવ્યાનુ જણાવેલ મારા આરોગ્યની તપાસ કરતા મને કોઈ પણ પ્રકારની તકલીફ નથી તો શા માટે મારી પર આ પગલુ લેવામા આવ્યુ ? મારો આપશ્રીને બહુ સ્પષ્ટ સવાલ છે કે ગુજરાત સરકાર ના મંત્રીઓ,સાંસદો બીજા જીલ્લાની મુલાકાતે જાયછે તો તેમને હોમ કોરોનટાઇન કરવામા નથી આવતા.આપ કહેશો તો અનેક મંત્રીશ્રી,સાંસદ ના બીજા જીલ્લા ના પ્રવાસ ના પુરાવાઓ આપવા તૈયાર છુ.આપ એમને હોમ કોરોનટાઇન કરશો? મારો બહુ સ્પષ્ટ આક્ષેપ છે કે મને રાજકીય પ્રેશરના કારણે જ આપના તંત્ર દ્વાર હોમ કોરોનટાઇન કરવામા આવ્યો છે.બીજી વાત મારી જેમ એસ.ટી વિભાગના અસંખ્ય ડ્રાઇવર એસ.ટી.ની બસો લઈને સુરત જાય છે શુ એમને આપના તંત્ર દ્વારા એમને હોમ કોરોનટાઇન કરવામા આવે છે? હુ લોકોની વચ્ચે રહી જયાર થી લોકડાઉન શરુ થયુ છે ત્યારથી જરૂરિયાત મંદ માણસો ને મદદરૂપ થાવ છુ જેના રિપોર્ટ આપના તંત્ર દ્વારા આપને આપવામા આવેછે મને જરૂરિયાત મંદ લોકોની સેવા કરતો રોકવા માટે રાજકીય પ્રેશર હેઠળ આવુ ખોટુ પગલુ લેવામા આવ્યુ છે.મારી આપશ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલીક મારુ હોમ કોરોનટાઇન દુર કરી મને લોકસેવા કરવા છુટો કરવામા આવે તેમ જણાવી રાજકોટ જિલ્લા કલેકટરને લલિતભાઇ વસોયાએ પત્ર લખ્યો હતો.