– પૈસાદાર વ્યકિત બીમાર હોય તો રજા લઇને મહિનો ઘરે બેસી શકે છે : ગરીબ પાસે આવો કોઇ વિકલ્પ નથી હોતો
નવી દિલ્હી,તા.૧૮: ભારતમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસો અને સરકતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાંબાગાળાના લોકડાઉનને હજુ લંબાવે એવા ભણકારા સંભળાઇ રહ્યા છે.કોરોના મહામારી અને લોકડાઉન વિશ્વના મજબૂત દેશોને ઝૂકાવી ચૂકી છે.એવામાં ભારત જેવા વિકાસશીલ દેશ માટે કોરોના મહામારી મોટા પકડાર બની રહી છે.રવિવારે પૂર્ણ થઇ રહેલા લોકડાઉન.૩ના હવે સરકાર કેવી રીતે લંબાવશે જેથી ખોરવાયેલી અર્થ વ્યવસ્થા ધીમે પાટે ચાલતી થાય,જોકે તેની સીધી અસર ગરીબ,મધ્યમ વર્ગ અને મજૂરો પર જોવા મળી રહી છે.એવામાં સુપ્રસિદ્ઘ લેખક ચેતન ભગતે પોતાની પ્રતિક્રિયા આપતા પ્રભાવિત વર્ગોની સ્થિતિને ઉજાગર કરવાના પ્રયત્ન કર્યા છે.
લોકડાઉન.૪ના આશંકાઓ વચ્ચે ચેતન ભગેતે ટ્વીટ કરી હતી કે લોકડાઉન ધનિકોનો ખેલ છે.પૈસાદાર વ્યકિત બીમાર હોય તો રજા લઇને મહિનો ઘરે બેસી શકે છે,ગરીબ પાસે આવો કોઇ વિકલ્પ નથી હોતો.એવી જ રીતે ધનિક દેશ લાંબુ લોકડાઉન કરી શકે છે અને ગરીબ દેશ પાસે એવો વિકલ્પ હોતો નથી.સોશિયલ મીડીયા પર સક્રિય અને સમસામયિક મુદ્દાઓ પર પોતાનુ મંતવ્ય આપનાર ચેતન ભગતની આ ટ્વીટ વાયરલ થઇ રહી છે અને લોકો એની પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.નોંધનીય છે કે,૧૮મેથી લોકડાઉનનો ચોથો તબક્કો શરુ થશે,જોકે આગળના ત્રણ તબક્કાની સરખામણીએ આ અલગ રહેશે,જેના સંકેતો પીએમ મોદી પહેલા જ આપી ચૂકયા છે.