વાપી GIDCમાં ગેસ દુર્ગંધ મુદ્દે તપાસની તાકીદ

302

વલસાડ : વાપી તાલુકામાં ગુંજન અને જીઆઇડીસીના કેટલાક વિસ્તારમાં રાત્રી દરમિયાન ગેસ જેવી દુર્ગંધ આવી રહી છે.જેને લઇ જાગૃત નાગરિકે પ્રાંત અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી ત્યારબાદ પ્રાંત અધિકારીએ વાપી જીપીસીબીના રિઝયન મેનેજરને તપાસ કરી કાર્યવાહી કરવાનો પત્ર લખ્યો છે.જો કે કેટલાક એકમોના કારણે સમગ્ર વાપીના ઉદ્યોગોએ પ્રદુષણ મામલે બદનામ થવુ પડે છે.

વાપીમાં રાત્રી દરમિયાન ગેસની દુર્ગંધ અંગે કેટલાક જાગૃત નાગરિકોએ ટ્વીટર પર ફરિયાદ કરી હતી.જયારે વાપીના એક જાગૃત નાગરિકે જીપીસીબીના મેમ્બર સેક્રેટરી સુધી ફરિયાદ કરી છે.ગેસ દુર્ગંધ કેસમાં હવે વાપી પ્રાંત અધિકારીએ વાપી જીપીસીબીના રિઝયન મેનેજરને એક પત્ર લખ્યો છે.જેમાં જણાવ્યુ હતુ કે વાપી તાલુકામાં જીઆઇડીસી વિસ્તાર અને ગુંજન વિસ્તાર (વાપી શહેર) વિસ્તારમાં છેલ્લા બે દિવસથી રાત્રે 9 વાગ્યા પછી વાતાવરણમાંથી ગેસની અતિશય દુર્ગંધ આવતી હોવાનું જણાવેલ છે.તે અંગે સ્થાનિકોએ ટવીટર મારફતે ફરિયાદ મળેલ છે.જેથી તાત્કાલિક જરૂરી તપાસ કરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીએ જીપીસીબીને તાકીદ કરી હતી.

Share Now