દમણમાં ફરી વિદ્યુત વિભાગના ખાનગી કરણને લઇ રાજકીય માહોલ ગરમાયો

296

વલસાડ : કોવિંડ 19 વાયરસને લઇને સરકાર દ્વારા 20 લાખના રાહત પેેકેજની વિવિધ યોજના વિશે માહિતી દરમિયાન શનિવારે સરકારે સંઘપ્રદેશ અને રાજ્યના વિદ્યુત વિભાગને ખાનગીકરણ કરવા માટે જાહેરાત કરી હતી જેને લઇને દમણના રાજકારણમાં ગરમાટો આવ્યો હતો.દાનહ અને દમણ દીવ પૈકી દાનહમાં બે વર્ષ અગાઉ જ વિદ્યુત વિભાગનું ખાનગીકરણ કરી દેવાયું હતું.હવે દમણના વિદ્યુત વિભાગને પણ ખાનગીકરણ કરવાના મુદ્દે ચર્ચાનો વિષય બન્યો છે.

ભૂતકાળમાં જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે દમણના વિદ્યુત વિભાગને ખાનગી કરવાની ચર્ચા ઉઠી હતી જેનો સમગ્ર પ્રદેશમાં વિરોધ નોંધાયો હતો.લોકો રોડ ઉપર ઉતરી આવી ધરણાં પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ ગત નાણાંકીય વર્ષ 2020- 21માં દમણ વિદ્યુત વિભાગને અંદાજે 300 કરોડ રૂપિયાના ખોટની સંભાવના બતાવવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ સંઘપ્રદેશ અને રાજ્યના વિદ્યુત વિભાગના ખાનગી કરણને લઇને દમણ પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે તો સાથે જ ચર્ચાનો વિષય પણ બન્યો છે.આ વર્ષે કોલેજના સભાખંડમાં યોજાયેલી જેઇઆરસીની બેઠકમાં વિદ્યુત વિભાગના ખાનગી કરણનો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે ભાજપના કાર્યકરોની સૂચિત હાજરી રહી હોવાનું યુથ એકશન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલે આક્ષેપ કર્યો હતો.અગાઉ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર સમયે વિદ્યુત વિભાગના ખાનગી કરણનો મુદ્દો ઉઠયો હતો ત્યારે ભાજપના કાર્યકરો રોડ ઉપર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. હવે જ્યારે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે બંને પ્રદેશના સાંસદે નૈતિક જવાબદારી સમજીને રાજીનામાં આપવા જોઇએ.

Share Now