વલસાડ, 18 મે : વલસાડ જીલ્લામાં 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામમાં વલસાડની આરજેજે સ્કૂલના 2 વિદ્યાર્થીઓ જિલ્લામાં A1 ગ્રેડ મેળવીને શાળાનું નામ રોશન કર્યું હતું.જેમાં હર્ષલ ઠાકોરના પિતાએ શાળાએ હર્ષલ સાથે અન્યાય કર્યો હોવાના આક્ષેપ શાળાના આચાર્યા પર કર્યા હતા.હર્ષલ ઠાકોરના પ્રેક્ટિકલ સાથે 650માંથી 597 માર્ક્સ મેળવ્યા છે.જયારે દિયા ઠાકોરે 650માંથી 590 માર્ક્સ મેળવ્યા હોવાથી શાળામાં અને જિલ્લામાં પ્રથમ ક્રમ હર્ષલ ઠાકોરનો હોવાનો દાવો કર્યો હતો.આચાર્યાએ હર્ષલના પિતા દીપકસિંહ સાથે બોર્ડના નિયમોની જાણકારી આપીને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા.
બોર્ડની ગ્રેડ આપવાની પદ્ધતિ સમજાવી સમજાવટ કરવાનો પ્રયાસ શાળા આચાર્યા દ્વારા કરવામાં આવ્યો હતો.હર્ષલ ઠાકોરના પિતાએ શાળા દ્વારા તેના બાળકને અન્યાય કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો મુકવામાં આવ્યા હતા.દીપકસિંહ ઠાકોરને બોર્ડ દ્વારા ગ્રેડ આપતી વખતે શાળામાં લેવાયેલી પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક્સ નથી ગણવામાં આવતા.થિયરીના માર્કના આધારે વિદ્યાર્થીઓને ગ્રેડ અપાય છે.તે બાબતે જાણકારી આપવામાં આવી હતી.