વાપીમાં 3 પોઝિટિવ મળતાં કલ્સટર કન્ટેન્મેન્ટ જાહેર

267

વલસાડ, 18 મે : વોર્ડ નં.4નો તમામ વિસ્તાર બફર ઝોનમાં કલેક્ટર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો.વલસાડ જિલ્લાના વાપીમાં કોરોના પોઝિટિવ 3 કેસો મળી આવતા વાપી શહેરના અલહુસેન બિલ્ડીંગ,ગોદાલનગરમાં કેસો મળતાં કલેકટર દ્વારા ગોદાલનગરને કલસ્ટર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે. વાપીના ગોદાલ નગર વિસ્તારમાં રહીશોને રાશન વિગેરે આવશ્યક ચીજ વસ્તુઓ હોમ ડિલિવરીથી પૂરી પાડવા પાલિકાના ચીફ ઓફિસરોને સૂચના અપાઇ છે.શહેરના વોર્ડ નં.4ના તમામ વિસ્તારોને બફર ઝોન જાહેર કરી તેની હદ નક્કી કરીને અવરજવર અને આવશ્યક સેવાના પુરવઠા સંબંધિત અવરજવર માટે નિયંત્રણ રાખવા આદેશ કરાયો છે.બફર ઝોનમાં આવશ્યક સેવાની ચીજ વસ્તુઓની ખરીદી માટે સવારે 8 થી 11 સુધી મુક્તિ અપાઇ છે.દ્વિચક્રિય વાહન પર 1,ત્રણ તથા ચાર ચક્રિય વાહનોમાં 2 થી વધુ વ્યક્તિ પ્રવાસ કરી શકશે નહિ.આ હુકમની અમલવારી 29 મે 2020 સુધી રહેશે તેવી સૂચના કલેકટર સી.આર.ખરસાણે જાહેરનામામાં જારી કરી છે.

Share Now