વાપીમાં રવિવારે 1 બાળકીનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ, જિલ્લામાં કુલ 9મો પોઝિટિવ કેસ

282

વલસાડ, 18 મે : વલસાડ જીલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.જેમાં 2 લોકોના સેમ્પલો લેતાં વધુ 1 પોઝિટિવ કેસ નિકળ્યો.વાપી જનસેવાના લેબ ટેકનિશિયન અને ગોદાલ નગરના મુસ્લિમ યુવકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગોદાલ નગરના યુવાનના બે સંબંધીના આરોગ્ય વિભાગે સેમ્પલો લીધા હતાં.જેમાં યુવાનની પિતરાઇ 12 વર્ષિય બહેનનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેને લઇ આરોગ્ય વિભાગ ફરી દોડતુ થઇ ગયુ છે. પિતરાઈ બહેનને કોરોના પોઝિટિવ આવતા વલસાડ જિલ્લામાં કોરોનાનો આંક 9 ઉપર પહોંચ્યો છે.જેમાંથી 4 લોકો સ્વસ્થ્ય થયાં છે, 1 નું મોત થયું હતું અને હાલ 4 પોઝિટિવ કેસ સારવાર હેઠળ છે.

વાપી જનસેવા હોસ્પિટલમાં લેબ ટેકનિશીયન તરીકે ફરજ બજાવતાં તેજશ નાયક (ઉ.વ.25) રહે.ઉમરસાડી સાગિયા ફળિયા તાં.પારડી વાપી ગોદાલ નગરમાં રૂમ નં. 101,એ-1 રહેતાં મહમ્મદ કૈફ સિદ્રિકનો શનિવારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ત્યારબાદ ગોદાલ નગરના મહમમ્દ કેફના સંપર્કમાં આવેલા બે સંબંધીના સેમ્પલો લેવામાં આવ્યા હતાં.જેમાંથી ગોદાલ નગરના યુવાનની પિતરાઇ 12 વર્ષિય બહેનનો રવિવારે કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે.અન્ય 7 લોકોને કોવિંડ કેર સેન્ટર સામુહિક આરોગ્ય કેન્દ્ર અટગામ ખાતે રાખવામાં આવ્યા છે.

મહમ્મદ કૈફના પિતાની ટ્રાવેર્લ્સ હિસ્ટ્રી મહારાષ્ટ્રના ભિવંડીની હોવાનું આરોગ્ય વિભાગ છે.મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે કેસો છે.જેથી ગોદાલ નગરના યુવાનના પિતાનો રિપોર્ટ હજુ આવ્યો નથી.આ રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સાફ થશે.બીજી તરફ જનસેવા હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી ન હોવા છતાં પણ લેબ ટેકનિશિયલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.જેથી ખુદ તબીબો પણ ચોંકી ઉઠયા છે.ટ્રાવેર્લ્સ હિસ્ટ્રી વગર પોઝિટિવ કેસ આવતાં ભારે આશ્વર્ય ફેલાયુ છે.સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ યુવકના માતાપિતા થોડા દિવસ પહેલા મુંબઈ ગયા હતાં,અને ત્યાંથી પરત આવ્યા હતાં.જે બાદ યુવક વાપીના અનેક લોકોને મળ્યો હતો.

Share Now