બ્રિટન : ઝાકીર નાઇકની ટીવી ચેનલ PEACEને UNPEACE : ૩ લાખ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો

278

– – બ્રિટનમાં ટેલિવિઝન ચેનલો પર દેખરેખ અને નિયંત્રણ રાખતી સંસ્થા ઓફકોમે પીસ ટીવી ઉર્દુ અને પીસ ટીવીને દંડ ફટકાર્યો

લંડન : મિડીયા ઉપર નજર રાખતા બ્રિટનના ઓફકોમે વિવાદીત જાકિર નાઇકના પીસ ટીવી નેટવર્ક ઉપર દેશમાં નફરત ફેલાવાવાળા ભાષણ અને વધુ પડતા વાંધાવાળી વિષય વસ્તુ પ્રસારીત કરવાના મામલે ૩ લાખ પાઉન્ડનો દંડ ફટકાર્યો છે.બ્રિટનમાં પ્રસારણ સંબંધી નિયમો તોડવા બદલ આ દંડ કરાયો છે. બ્રોડકાસ્ટ ડિરેકટરે જણાવેલ કે અમારી તપાસમાં જાણવા મળ્યુ કે પીસ ટીવી ઉર્દુ અને પીસ ટીવી પર પ્રસારીત થતા કાર્યક્રમો નફરત ફેલાવનાર ભાષણ અને આપતિજનક વિષય વસ્તુ દર્શાવાઇ છે.ભારતીય ઇસ્લામિક ધર્મગુરૂ ઝાકીર નાયકની ટેલિવિઝન ચેનલ પીસ ટીવીને બ્રિટનમાં ઘૃણાજનક ભાષણ અને અતિ આક્રમક કાર્યક્રમો દર્શાવવા બદલ બ્રિટનમાં ત્રણ લાખ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે.બ્રિટનમાં ટેલિવિઝન ચેનલો પર દેખરેખ રાખતી સંસ્થા ઓફકોમે પીસ ટીપી ઉર્દુને બ્રોડકાસ્ટિંગ નિયમોનો ભંગ કરવા બદલ બે લાખ પાઉન્ડ અને પીસ ટીવીને એક લાખનો દંટ ફકાર્યો છે.

પીસ ટીવી ઉર્દુ અને પીસ ટીવીની લાયસન્સ હોલ્ડર કંપનીઓને બ્રોડકાસ્ટિંગ નિયમોનો ભંગ કરવા બદલ ઓફકોમે દંડ ફટકાર્યો છે. ઓફકોમ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના તપાસ અધિકારીઓ સામે આવ્યું છે કે પીસ ટીવી ઉર્દુ અને પીસ ટીવી પર ઘૃણાજનક ભાષણો અને અતિ આક્રમક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતા,જેના કારણે ગુનાઓને પ્રોત્સાહન મળવાની શક્યતા છે.આ ઉપરાંત ચેનલનું કન્ટેન્ટ બ્રિટનના બ્રોડકાસ્ટિંગ નિયમો મુજબનું નથી.

પીસ ટીવીનું બ્રોડકાસ્ટિંગ લાયસન્સ લોર્ડ પ્રોડક્શન્સ પાસે છે અને પીસ ટીવી ઉર્દુનું લાયસન્સ ક્લબ ટીવી છે.આ તમામ બન્ને બ્રોડકાસ્ટિંગ કંપનીઓની પેરેન્ટ કંપનીઓ યુનિવર્સલ બ્રોડકાસ્ટિંગ લિમિટેડ છે અને તેનો માલિક ઝાકીર નાયક છે.પીસ ટીવી એ નોનપ્રોફિ ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ નેટવર્ક છે.જે અંગ્રેજી,ઉર્દુ અને બંગાળીમાં ફ્રી ચેનલો દુબઇ સ્થિત હેડક્વાર્ટરમાંથી પ્રસારિત કરવામાં આવે છે.ભારતમાં ઝાકીર નાયક પર ભાષણો દ્વારા ઉગ્રવાદ ફેલાવવાના અને મનો લોન્ડરિંહના આરોપો લાગતા તે વર્ષ ૨૦૧૬માં ભારતથી ફરાર થઇ મલેશિય પહોંચ્યો હતો.ત્યારબાદ મલેશિયામાં તેને પરમેનેન્ટ રેસિડન્સી આપવામાં આવી હતી.ગત અઠવાડિયે ભારતે ઝાકિર નાયકના પ્રત્યાર્પણ માટે મલેશિયાને ઔપચારિક વિનંતી કરી છે.

Share Now