– કોરોના વાયરસના સંક્રમણની શરુઆતથી લઇને અત્યાર સુધી જવાબદારી ભરી ભૂમિકા અદા કરી હોવાનો દાવો
બેજિંગઃ :ચીનના પ્રેસિડન્ટ જિનપિંગે જણાવ્યું છે કે કોરોના વાઇરસ ફેલાવવા મુદ્દે તપાસ માટે તેઓ તૈયાર છે.અલબત્ત આ તપાસ નિષ્પક્ષ અને તટસ્થ હોવી જોઈએ.WHOની સોમવારથી શરુ થયેલી વાર્ષિક બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરોના મહામારી મુદ્દે પોતાની ભૂમિકા પર ઉઠી રહેલા સવાલોનો જવાબ આપ્યો છે.ચીને કોરોના દાવો કર્યો છે કે કોરોના વાયરસના સંક્રમણની શરુઆતથી લઇને અત્યાર સુધી તેણે જવાબદારી ભરી ભૂમિકા અદા કરી છે,જિનપિંગે સ્પષ્ટતા કરી હતી કે ચીને WHO અને સંબંધિત તમામ દેશોને સમયસર કોરોના સંક્રમણની માહિતી પૂરી પાડી હતી.ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ સૌપ્રથન ચીનના વુહાનથી શરુ થયુ હતું અને હાલમાં દુનિયાના તમામ દેશોમાં ફેલાઇ ગયુ છે.આ વૈશ્વિક મહામારીએ લાખો લોકોનો ભોગ લીધો છે.આ મુદ્દે પહેલેથી જ ચીન દુનિયાભરના દેશોની ટીકાનુ કારણ બની રહ્યુ છે.તમામ દેશો સતત આરોપ લગાવી રહ્યા છે કે કોરોના મહામારીને લઇને ચીને દુનિયા સમક્ષ પૂરેપૂરી માહિતી આપી ન હતી અને સંક્રમણ ફેલાવા દીધુ.આ સંદર્ભે તમામ દેશો તપાસની માંગ કરી રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.