કોરોના વિસ્ફોટ : છુટછાટ ભારે પડી : દેશમાં કેસોનો એક દિવસનો વિક્રમજનક આંક ૫,૬૧૧ પર પહોંચ્યો

371

નવી દિલ્હી : ભારતમાં કોવિડ-૧૯ એટલે કે કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા ૧ લાખ ૬ હજારની ઉપર પહોંચી ગઇ છે.મંગળવારે દેશમાં ૫,૬૧૧ નવા કેસ સામે સામે આવ્યાં છે,જે અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે.આજે આવેલા આંકડાને લઇને દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા ૧,૦૬,૭૫૦ થઇ ગઇ છે,જેમાં ૬૧,૧૪૯ એક્ટિવ કેસ, ૪૨,૨૯૭ ડિસ્ચાર્જ, ૩૩૦૩ના મોત અને વિદેશ ગયેલો ૧ દર્દી સામેલ છે.અત્યાર સુધીમાં અંદામાન-નિકોબારમાં ૩૩,આંધ્ર પ્રદેશમાં ૨૫૩૨,અરૂણાચલપ્રદેશમાં ૧,આસામમાં ૧૪૨,બિહારમાં ૧૪૯૮,ચંદીગઢમાં ૨૦૦,છત્તીસગઢમાં ૧૦૧,દાદર-નગર હવેલીમાં ૧,દિલ્હીમાં ૧૦૫૫૪,ગોવામાં ૪૬,ગુજરાતમાં ૧૨,૧૪૦,હરિયાણામાં ૯૬૪,જમ્મૂ-કાશ્મીરમાં ૧૩૧૭,ઝારખંડમાં ૨૩૧,કર્ણાટકમાં ૧૩૯૭, કેરળમાં ૬૪૨,લદ્દાખમાં ૪૩,મધ્ય પ્રદેશ ૫૪૬૫,મહારાષ્ટ્રમાં ૩૭૧૩૬,મણિપુરમાં ૯,મેઘાલયમાં ૧૩,મિઝોરમમાં ૧,ઓડિશામાં ૯૭૮,પોંડીચેરીમાં ૧૮,પંજાબમાં ૨૦૦૨, રાજસ્થાનમાં ૫૮૪૫,તામિલનાડુમાં ૧૨૪૪૮, ઉત્તરાખંડમાં ૧૧૧, ઉત્તર પ્રદેશમાં ૪૯૨૬ અને પશ્ચિમ બંગાળમાં ૨૯૨૬,ત્રિપુરામાં ૧૭૩,તેલંગાણામાં ૧૬૩૪ અને હિમાચલ પ્રદેશમાં ૫૯ કેસ સામે આવ્યાં છે.આમ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૫૬૧૧ નવા કેસ જોવા મળ્યાં છે જ્યારે ૧૪૦ લોકોનાં મોત થયા છે.

Share Now