વિશ્વના સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ હોવા સન્માનની વાત છે : ડોનાલ્ડ ટ્રમ્પ

687

વૉશિંગ્ટન,તા. 20 મે 2020, બુધવાર

કોરોના વાયરસ સંક્રમણને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિચિત્ર નિવેદન આપ્યુ છે જેના લીધે તેમની ટીકા થઇ રહી છે.તેમનું કહેવું છે કે દેશમાં કોરોના સંક્રમણના કેસ દુનિયામાં સૌથી વધારે હોવા તે સન્માનની વાત છે. તેમણે મંગળવારે વ્હાઇટ હાઉસમાં કહ્યુ,’જ્યારે તમે કહો છો કે અમે સંક્રમણના કેસમાં આગળ છીએ ત્યારે મને જરાય ખોટુ લાગતુ નથી. એનો અર્થ એ છે કે અમે બીજા બધા કરતા વધારે ટેસ્ટ કર્યા છે.આ સારી વાત છે તેનાથી જાણવા મળે છે કે અમારું પરીક્ષણ સારુ છે.હું તેને સન્માનના રૂપમાં જોવું છું.’

માહિતી અનુસાર,અમેરિકામાં અત્યાર સુધીમાં કોવિડ-19ના 15 લાખ 70 હજારથી પણ વધારે કેસ સામે આવ્યા છે.ત્યારે 93 હજારથી વધારે લોકોના મૃત્યુ થયા છે ત્યારબાદ બીજા સ્થાને રશિયા છે જ્યાં લગભગ ત્રણ લાખથી વધારે લોકો કોરોના પોઝિટિવ છે.

ટ્રમ્પના આ નિવેદનની ડેમોક્રેટિક નેશનલ કમિટીએ ટીકા કરી છે.કમિટીએ કહ્યુ કે દેશમાં કોરોનાના 10 લાખથી વધારે કેસ હોવા તે આપણા નેતૃત્વની નિષ્ફળતા છે.આ પહેલા ગત સપ્તાહે સેનેટની બેઠકમાં પણ ટેસ્ટને લઇને પ્રશ્ન કરવામાં આવ્યા હતા.

અમેરિકાના સેન્ટર્સ ફૉર ડીસીઝ કંટ્રોલ અનુસાર મંગળવાર સુધી અમેરિકામાં એક કરોડ 60 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.માહિતી અનુસાર અમેરિકા ટેસ્ટ કરવામાં ઘણુ પાછળ છે.અમેરિકા પ્રત્યેક એક હજાર લોકોના ટેસ્ટ કરવાના કિસ્સામાં તે દુનિયાના 16માં સ્થાને છે.યાદીમાં અમેરિકા આઇસલેન્ડ,ન્યૂઝીલેન્ડ,રશિયા અને કેનેડા જેવા દેશોથી પાછળ છે.છેલ્લા એક અઠવાડિયામાં અમેરિકાએ દરરોજ ત્રણથી ચાર લાખ ટેસ્ટ કર્યા છે.

Share Now