મુરાદાબાદ, તા.20 મે 2020, બુધવાર
યુપીના મુરાદાબાદના એક ક્વોરેન્ટાઈન સેન્ટરમાં ડાન્સરોએ બીયર માટે હંગામો કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.આ સેન્ટરમાં ક્વોરેન્ટાઈન કરાયેલી ડાન્સરોએ મંગળવારની રાતે બીયરની ડીમાન્ડ કરીને હોબાળો કર્યો હતો. એક મહિલા ડાન્સરે તો પોતાના ત્રણ વર્ષના બાળકને બાલ્કનીમાંથી લટકાવીને ફેંકી દેવાની ધમકી આપી હતી.કેટલીક મહિલાઓ અર્ધનગ્ન થઈ ગઈ હતી અને ધમકી આપી હતી કે, જો બીયર નહી મળે તો તેના પરિણઆમ સારા હી આવે.આ મહિલાઓ મુંબઈથી આવી છે અને તેમને ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવી છે.તેમાં કુલ 72 લોકો છે.જેમાં 40 મહિલાઓ અને બાકીના પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે.