US સેનેટે 800 ચાઈનીઝ કંપનીઓને તગેડી મુકવા કાયદો પસાર કર્યો

293

અમદાવાદ : યુએસ અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ અને ઉત્તર કોરિયા પ્રકરણના વમળો શાંત થઈ રહ્યાં હતા ત્યાં જ કોરોના નામના વાયરસે વિશ્વની ટોચની બે મહાસત્તો વચ્ચે સુધરી રહેલા સંબંધોમાં ખટરાગ પેદા કર્યો છે.કોરોના મહામારી ફેલાવવા માટે ટ્રમ્પનું અમેરિકા અને સમગ્ર વિશ્વ માત્ર ચીનને જ જવાબદાર ઠેરવી રહ્યું છે.

કોરોના સામે સૌથી મોટી જંગ અમેરિકા લડી રહ્યું છે અને અમેરિકામાં જ સૌથી વધુ ખુમારી આ મહાવિનાશકે વાયરસે ફેલાવી છે.કોરોનાનો બદલો વાળવા માટે ટ્રમ્પે ચીન સાથે થયેલ પ્રથમ તબક્કાની વેપાર સંધિ અટકાવી દીધી હતી અને ચીન-ચીનની કંપનીઓ પર વધુ પ્રતિબંધ લાદવાની ચિમરી ઉચ્ચારી હતી.ચીનમાં યુએસ પેન્શન ફંડનું રોકાણ ગત સપ્તાહે પરત ખેંચ્યા બાદ બુધવારે રાત્રે ચીનની કંપનીઓને અમેરિકાના સ્ટોક એક્સચેન્જ પરથ તગેડી મુકવા માટે ટ્રમ્પ સરકારે કાયદો પસાર કર્યો છે.યુએસ સેનેટે ચાઈનીઝ કંપનીઓના ડિલિસ્ટિંગનો મુસદ્દો બુધવારે મોડી રાત્રે પસાર સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર હચમચી ઉઠ્યું છે.અલીબાબા,બાઈડુ જેવી અંદાજે 800 કંપનીઓને ફરજિયાત અમેરિકન બજારમાંથી ડિલિસ્ટ કરવાના પ્રસ્તાવને અમેરિકાની સેનેટે મંજૂરી આપી છે.

યુએસના કાયદા ધડવૈયાએ ચીનની ટોચની કંપનીઓ અમેરિકામાંથી અબજો ડોલર પરત ખેંચીને પોતાના દેશ લઈ જતા વાંધો ઉઠાવ્યો છે.અમેરિકામાં પૈસા ભેગા કરીને પોતાના દેશમાં પોતાની સરકારને ટેક્સ ચૂકવે અન્ય જરૂરી બાબતોમાં મદદ કરે અને તે જ ડ્રેગન સરકાર અમેરિકા વિરુદ્ધ અનેક પ્રકારના ષડયંત્ર કરે છે,તેવા દાવા સાથે કડક કાયદો બનાવવા માંગ ઉઠી હતી.નવા કાયદા હેઠળ ચીનની કંપનીઓ જો અમેરિકાના નિયમ મુજબ ઓડિટ નહિ કરે,તેમના નાણાંકીય વ્યવહારો US સ્ટોક એક્સચેન્જને નહિ જણાવે તો તેઓ અમેરિકાના બજારમાં શેર નહિ વેચી શકે.

Share Now