વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં કોરોનાનો કેસ,સોમવાર સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય

351

વલસાડ,23 મે : વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકાના નાનાપોંઢામાં મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તકેદારીના ભાગ રૂપે વેપારી મંડળ અને APMC દ્વારા આગામી સોમવાર સુધી દુકાનો અને APMC માર્કેટ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

જિલ્લામાં કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે મુંબઈના મલાડ થી આવેલા પરિવારના ત્રણ સભ્યો પૈકી એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વહીવટી તંત્ર દોડતું થયું છે,જોકે નાનાપોંઢા વિસ્તારમાં રહેતા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નાનાપોંઢાના વેપારી મંડળે આગામી સોમવાર સુધી સમગ્ર બજાર સ્વેચ્છાએ બંધ રાખવાની જાહેરાત કરી છે.વેપારી મંડળના પ્રમુખે જણાવ્યું કે લોકોના સ્વાસ્થ્યની તકેદારી રાખી તેમજ સંક્રમણ ન વધે તે માટે વેપારી મંડળ દ્વારા સ્વેચ્છાએ આગામી સોમવાર સુધી નાનાપોંઢાના બજારની તમામ દુકાનો બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે,તો સાથો સાથ સોમવાર સુધી નાનાપોંઢા ખાતે ચાલતી APMC માર્કેટ પણ બંધ રહેશે.ગુરુવારે સાંજે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.હાલ નાનાપોંઢામાં આવેલા લુહાર ફળિયાના પોઝિટિવના નિવાસસ્થાનની આસપાસના વિસ્તારમાં પોલીસ ખડકલો જોવા મળ્યો છે.

Share Now