– કુલ કેસ ૧,૪૫,૩૮૦, ૪૧૬૭ના મોત, ૬૦૪૯૦ લોકો સાજા થયા: મહારાષ્ટ્ર્ર, તામીલનાડુ અને ગુજરાતની સ્થિતિ બદથી બદતર
ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો ઓછું થવાનું નામ જ લઈ રહ્યો નથી.દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૬૫૩૫ નવા કેસ સામે આવ્યા છે અને ૧૪૬ લોકોના મોત નિપયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર અત્યાર સુધી ૪૧૬૭ લોકોના મોત નિપયા છે.કોરોનાના કુલ ૧,૪૫,૩૮૦ કેસોમાંથી ૮૦૭૨૨ એકિટવ કેસ છે યારે ૬૦,૪૯૦ લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અથવા તો તેઓ સાજા થઈ ગયા છે.
મહારાષ્ટ્ર્રમાં કોરોનાએ સૌથી વધુ તબાહી મચાવી છે.અહીં કુલ ૫૨૬૬૭ પોઝીટીવ કેસ મળી ચૂકયા છે જે કોઈ પણ રાય કરતાં અનેકગણા વધુ છે.તેમાંથી ૧૫૭૮૬ લોકો સંપૂર્ણ સાજા થઈ ચૂકયા છે.આ રાયમાં અત્યાર સુધી ૧૬૯૫ લોકોએ જીવ ગુમાવ્યા છે.મહારાષ્ટ્ર્ર બાદ કોરોનાનો સૌથી વધુ માર તામીલનાડુમાં જોવા મળી રહ્યો છે.તામીલનાડુમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૧૭૦૮૨ થઈ ચૂકી છે અને ૧૧૮ લોકો મોતને ભેટયા છે.આવી રીતે દિલ્હીમાં કોરોનાના ૧૪૦૫૩ કેસ,૨૭૬ના મોત,ગુજરાતમાં ૧૪૪૬૦ કેસ,૮૮૮ લોકોના મોત,મધ્યપ્રદેશમાં ૬૮૫૯ કેસ અને ૩૦૦ના મોત તેમજ આંધ્રપ્રદેશમાં ૩૧૧૦ કેસ મળ્યા છે જે પૈકી ૫૬ લોકોના મોત નિપયા છે.