– બોર્ડર સિકયોરિટી ફોર્સ (BSF) અને પાકિસ્તાની સમકક્ષ પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે ઈદ નિમિત્તે પરંપરાગર રૂપથી થનારું મિઠાઈઓનું આદાન-પ્રદાન સોમવારે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ન થયું
નવી દિલ્હી, તા.૨૬: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સોમવારે અબૂ ધાબીના વલી અહદ (ક્રાઉન પ્રિન્સ) શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન અને બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાને ઈદની મુબારકબાદ પાઠવી.તેમણે કોરોના વાયરસ મહામારીને કારણે સર્જાઈ રહેલી સ્થિતિ પર પણ ચર્ચા કરી. મોદીએ ટ્વીટર પર લખ્યું,’મોહમ્મદ બિન જાયદ અને સંયુકત આરબ અમીરાત (UAE)ના લોકોને ઈદની મુબારકબાદ.’વડાપ્રધાને UAEમાં ભારતીય નાગરિકોનો સહયોગ કરવા અંગે વલી અહદનો પણ આભાર વ્યકત કર્યો,જે યુએઈ સશસ્ત્ર દળોના ઉપ સર્વોચ્ચ કમાન્ડર છે.તેમણે કહ્યું,’ભારત-યુએઈ સહયોગ કોવિડ-૧૯ પડકાર દરમિયાન વધુ મજબૂત થયો છે.’ વડાપ્રધાન હસીના સાથે પોતાની ચર્ચામાં મોદીએ તેમને બાંગ્લાદેશના લોકોને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ પાઠવી.તેમણે એક અન્ય ટ્વીટમાં કહ્યું,’અમે અમ્ફાન વાવાઝોડાના પ્રભાવ વિશે અને કોવિડ-૧૯ મહામારીની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી.પડકારજનક સમયમાં બાંગ્લાદેશ તરફથી સહયોગ ચાલુ રાખવાની પ્રતિબદ્ઘતા પણ દોહરાવી.’આમ તો પીએમ મોદીએ ઘણા બધા મુસ્લિમ દેશના પ્રમુખોને ઈદની શુભેચ્છા નથી પાઠવી પણ સૌથી મુખ્ય પાકિસ્તાન છે જે આપણું પાડોશી છે.મોદીએ મોહમ્મદ બિન જાયદ અને શેખ હસીનાને ઈદની શુભેચ્છા પાઠવી પણ ઈમરાન ખાનની બાદબાકી કરી,જેના ઘણા કારણો છે.સૌથી મોટું કારણ તો એ છે કે,પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડી રહ્યું નથી.કોરોના કાળમાં પણ તે ભારતમાં આતંક ફેલાવવામાં જોતરાયેલું છે.આ મહિનાની શરૂઆતમાં કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો હતો.સિઝફાયરનું ઉલ્લંઘન કરવું તો પાકિસ્તાન માટે રોજનું કામ રહ્યું છે.આવામાં પીએમ મોદીનું ઈમરાનને ઈદ પર વિશ ન કરવું સીધો-સીધો મેસેજ છે કે,ભારત અત્યારે પાકિસ્તાનની હરકતોથી નાખુશ છે.
બોર્ડર સિકયોરિટી ફોર્સ (BSF) અને પાકિસ્તાની સમકક્ષ પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે ઈદ નિમિત્તે પરંપરાગર રૂપથી થનારું મિઠાઈઓનું આદાન-પ્રદાન સોમવારે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ન થયું.અધિકારીઓએ આ જાણકારી આપી.અધિકારીઓએ એમ પણ કહ્યું કે,અત્યારે બંને દેશોની વચ્ચે તણાવપૂર્ણ સંબંધોને કારણે મિઠાઈનું આદાન-પ્રદાન ટાળવામાં આવ્યું છે.તેમણે કહ્યું કે,સીમા પારથી આતંકવાદની ઘટનાઓ પશ્ચિમ સરહદ પર હંમેશાંની જેમ ચાલી રહી છે અને એટલે જ મીઠાઓઓનું આદાન પ્રદાન ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર જમ્મથી ગુજરાતથી સુધી કોઈ જગ્યાએ ન થયું. અધિકારીઓએ કહ્યું કે,ગત વર્ષે દિવાળી દરમિયાન પોતાના સ્થાપના દિવસ (૧ ડિસેમ્બર) પર અને ગણતંત્ર દિવસ પર આ પરંપરાગત રિવાજ નિભાવવાની કોશિશ કરી હતી પણ આના પર પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નહોતી.પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું કે પાકિસ્તાન આને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં નિષ્ફળ રહ્યું જયારે ભારતે આનો પૂરો ફાયદો ઉઠાવ્યો.રવિવારે LOCના પ્રવાસ કર્યા બાદ તેમણે કાશ્મીરને એક વિવાદિત ક્ષેત્ર ગણાવ્યું.બાજવાએ ખોખલી ધમકી આપતા કહ્યું કે,આની સ્થિતિને પડકારવા માટે કોઈપણ પ્રયાસનો પૂરી સૈન્ય તાકાત સાથે જવાબ આપવામાં આવશે.