સુરત ઉધના ફાયરિંગ પ્રકરણ : ફાઇનાન્સરને મારવા પિસ્તોલ તપાસતા નરેન્દ્રસિંગથી ફાયરિંગ થયુ

286

સુરત : કોરોના વાયરસને કારણે સાંજ થતા કર્ફ્યૂ વચ્ચે ઉધનામાં થયેલી ફાયરિંગ ઘટનામાં પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે.લાલી નામના ફાઇનાન્સરને મારવા માટે પિસ્તોલ ચેક કરવા જતા નરેન્દ્રસિંગથી ફાયરીંગ થયું હતું.જોકે,ઇજાગ્રસ્ત યુવકને લાલચ આપીને લાલી વિરૂદ્ધ ફરિયાદ નોંધવડાવી હોવાનુંં બહાર આ‌વ્યું છે.હાલ નરેંદ્રસિંગ ફરાર છે.

કોરોના વાયરસ વચ્ચે સાંજ થતા શહેરમાં કર્ફ્યૂ લગાવવામાં આવે છે.ત્યારે સુરતના ઉધના વિસ્તરમાં 21મીની રાત્રે ઉધના બીઆરસી પાસે આવેલા મહાપ્રભુનગરમાં બે માથાભારે ફાઇનાન્સર ધર્મેન્દ્રસિંઘ ઉર્ફે લાલી અને નરેન્દ્રસિંગ શ્યામસિંગ પવાર વચ્ચે પંટરો બાબતના ઝઘડામાં તકરાર થઇ હતી.આ તકરારમાં ફાયરિંગ થતા કિશોરને પગમાં ગોળી વાગતા સ્મીમેરમાં દાખલ કરાયો હતો.જોકે,કિશોરની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરુ કરતા તપાસમાં કિશોરે આપેલી ફરિયાદમાં નવો વળાંક આવ્યો હતો.પોલીસની પૂછપરછમાં કિશોરે કબૂલાત કરી હતી કે ફાયરિંગ નરેન્દ્રસિંગએ કર્યુ હોવાનું સ્વિકાર્યું હતું.બે પન્ટરો સાથેના તકરારમાં લાલી અને નરેન્દ્રસિંગ વચ્ચે સમાધાનની બેઠકમાં ઉગ્ર બોલાચાલી થતા નરેન્દ્રસિંગ પોતાની પિસ્તોલ લઇને ચેક કરવા જતા ફાયરિંગ થયું અને કિશોરને ગોળી વાગી હતી.ત્યારે જ નરેન્દ્રસિંગે લાલીને ફસાવી દેવાનો પ્લાન બનાવી ઇજાગ્રસ્તને લાલચ આપી લાલી સામે ફરિયાદ કરાવી પોતે એમપી ભાગી છુટ્યો હતો.જોકે,પોલીસે કિશોરના નિવેદન બાદ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Share Now