લો બોલો ! લોકડાઉનમાં પ્રેમિકાને મળવા રાત્રે 2.30 વાગ્યે ડ્રેસ-ઓઢણી પહેરીને નીકળ્યો

315

વલસાડ : લોકડાઉનમાં હાલ પ્રેમીઓની હાલત ખરાબ થઈ ગઈ છે.લોકડાઉનને કારણે ઘરે જ રહેવાને કારણે પ્રેમી પંખીડાઓ એકબીજાને મળી શકતા નથી.તેવામાં વલસાડમાં એક પ્રેમીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.પ્રેમિકાને મળવાની તીવ્ર ઈચ્છા થતાં યુવક રાત્રે ડ્રેસ અને ઓઢણી પહેરીને નીકળ્યો હતો.પણ વચ્ચે જ પોલીસ તપાસમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો.વલસાડમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમીએ તેની પ્રેમિકાને મળવા માટે યુવકમાંથી યુવતીનો વેશ ધારણ કરી પ્રેમિકાને મળવા માટે ઘરેથી નીકળી ગયો. પરંતુ મોડી રાત્રે પ્રેમિકાને મળવા માટે નીકળેલા યુવતીના વેશમાં રહેલા યુવકની પોલીસે પૂછપરછ કરતા તેનો ભાંડો ફૂટી ગયો.

વલસાડ જિલ્લાના પારડીમાં એક પ્રેમી પોતાની પ્રેમિકાના ઘરે રાત્રિના સમયે મળવા માટે જતો હતો.રાત્રે અઢી વાગ્યે યુવક ઘરેથી ડ્રેસ અને ઓઢણી પહેરીને નીકળ્યો હતો.હવે આટલી રાત્રે એકલી છોકરીને જોઈ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને અટકાવી હતી અને દાળમાં કાંઈક કાળું હોવાની તેઓને ગંધ આવી હતી.અને છોકરીને ઉભી રાખી પોલીસ પુછપરછ શરૂ કરી હતી પણ છોકરીનાં ડ્રેસમાં યુવકનો અવાજ આવતાં જ પોલીસકર્મી હેરાન થઈ ગયા હતા અને મોઢા પરથી દુપટ્ટો હટાવવા માટે કહ્યું હતું.દુપટ્ટા પાછળ યુવકને જોતાં જ પોલીસકર્મીઓ ચોંકી ઉઠ્યા હતા.આ મામલે પોલીસે પ્રેમી યુવક સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે.પણ પ્રેમીનો આ અનોખો કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

સમગ્ર મામલે પારડી પોલીસે પ્રેમિકાને મળવા જઈ રહેલા યુવક સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.જો કે,આ બાબતે પોલીસનું કહેવું છે કે,યુવકની ધરપકડ તેને યુવતીના કપડાં પહેરીને જતો હોવાથી કરવામાં આવી નથી પરંતુ કર્ફ્યુના ભંગ બદલ યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Share Now